બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:45 AM, 4 August 2025
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં આજે અને આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું હતું, પણ હવે ફરીથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, મોરબી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન વિભાગે 4 તારિખથી 9 ઓગસ્ટ સુધી કોઇ પણ ભારે વરસાદની કોઈ આગાહી કરી નથી, પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. આ વરસાદ ખેતી માટે અનુકૂળ સાબિત થવાની પૂરી શક્યતા છે.

ADVERTISEMENT
હાલમાં ગુજરાતમાં મોનસૂન સિઝન દરમિયાન સરેરાશ 63% જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 65.47%, કચ્છમાં 64.16%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.87% અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 55.11% વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ હાલમાં 82.91% ભરેલો છે અને રાજ્યના 206 જળાશયોમાં 67.97% પાણી ભરાયેલું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Surat માં કીર્તિ પટેલની બેશરમી જોઇ તમે તમતમી જશો, પોલીસ-કાયદાની ખુલ્લેઆમ મજાક ઉડાવી
ADVERTISEMENT
વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોના વાવેતર માટે સારો ગણાવી શક્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ચૂક્યું છે, જે સમગ્ર 85 લાખ હેક્ટરના સરેરાશ ક્ષેત્રફળના 77% જેટલું છે. ખાસ કરીને કપાસ અને મગફળીનો વાવેતર આ વર્ષે વધુ પ્રમાણમાં થયું છે — લગભગ 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળી વાવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.