બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat માં કીર્તિ પટેલની બેશરમી જોઇ તમે તમતમી જશો, પોલીસ-કાયદાની ખુલ્લેઆમ મજાક ઉડાવી

વિવાદિત / Surat માં કીર્તિ પટેલની બેશરમી જોઇ તમે તમતમી જશો, પોલીસ-કાયદાની ખુલ્લેઆમ મજાક ઉડાવી

Last Updated: 11:26 PM, 3 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે 18 જુલાઈના રોજ પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલતી સંભળાય છે.

Surat News : સુરતમાં દોઢ મહિના પહેલા ટીકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ થઇ હતી. જો કે સદાય ચર્ચામાં રહેવા માટે ટેવાયેલી કીર્તિ પટેલ હવે ધરપકડ બાદ પણ કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં રહે છે. ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફ્ફટાઈથી હસવાના કારણે ચર્ચામાં આવી હતી. કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી ત્યારે પણ તે બિન્દાસ જોવા મળી હતી. આ તેનું હાસ્ય કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્ર પર હસી રહી હતી. ત્યારે હવે ફરી એકવાર કોર્ટમાંથી જેલમાં જતા સમયનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં કેમેરાને જોતા જ તે ફરી પોતાની બેશરમી પર ઉતરી આવી હતી. પોલીસ તેને લઇ જઇ રહી હતી ત્યારે ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વીડિયો બનાવનારને કહ્યું-'લઈ લે બરાબર મસ્ત હો...'

કીર્તિ પટેલને ન તો પોલીસનો ડર ન કાયદાનો

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે 18 જુલાઈના રોજ પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલતી સંભળાય છે.

કીર્તિની કયા કેસમાં ધરપકડ થઈ?

સુરતના કાપોદ્રામાં રહેતા 65 વર્ષીય બિલ્ડરના ઉમરા-વેલંજાના પ્રોજેક્ટમાં વિજય મનજી સવાણીએ 2015-16માં એક મકાન બુક કરાવ્યું હતું. પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તે કેન્સલ કરી સાત લાખની માંગણી કરી હતી. કોરોનાને કારણે નાણાં નહિ આપી શકેલા આ બિલ્ડરની સોશિયલ મીડિયામાં બદનામ કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી.

છેલ્લા દોઢ મહિનાથી જેલમાં

પહેલાં સોશિયલ મીડિયામાં આ બિલ્ડર અને તેના પરિવારની બદનામી કરી બિલ્ડરને કોસમાડીના સિલ્વર ફાર્મમાં બોલાવી કોલ્ડ્રિક્સમાં દારૂ પીવડાવી વીડિયો ઉતારી લેવાયો હતો. કીર્તિ પટેલે યુવતી સાથેનો બિલ્ડરનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકી બદનામ કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત 2 કરોડની ખંડણી પણ માંગી હતી. આ કેસમાં વરાછા પોલીસે ગત 17 જૂનમાં રોજ કીર્તિ રણછોડ અડાલજા (પટેલ)(રહે. કુશલ દર્શન એપા., પરવટ પાટિયા)ની ધરપકડ કરી 18 જુલાઈના રોજ જેલ ભેગા કર્યા હતા.

કીર્તિએ કેમેરો જોતા છેલ્લી પાટલીએ બેઠી

કોર્ટમાંથી ફરી જેલમાં કીર્તિ પટેલને લઇ જવાઇ રહી હતી. ત્યારે કીર્તિ પટેલે મીડિયા કર્મચારીઓને જોતા જ પોતે બહાદુરી કરીને આવી હોય તેમ મોઢા પરથી દુપટ્ટો હટાવી દીધો હતો પોતાના ચહેરા પરનો દુપટ્ટો હટાવી દીધો હતો અને વીડિયો બનાવનારને કહ્યું હતું કે હવે લે... ત્યારબાદ વીડિયો બનાવનાર નજીક આવતા જ હવે લઈ લે બરાબર મસ્ત હો તેમ કહીને કાયદો વ્યવસ્થા અને પોલીસતંત્રની મજાક બનાવી હતી. કીર્તિ પટેલને ન તો પોલીસ સબક શિખવી શકી છે કે ન તો તેણે પોતે કરેલા કામનો તેને પસ્તાવો છે તેવું લાગી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Controversial Kirti Patel kirti patel video Kirti Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ