બ્રેકિંગ ન્યુઝ
નોંધનીય છે કે આ પહેલા RBIએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આર્થિક વિકાસ -9.5% રહેશે જયારે અર્થતંત્રમાં સુધારાની સાથે હવે RBIએ કહ્યું છે કે GDPનો ગ્રોથ -7.5% રહેશે.
ADVERTISEMENT
હવેના બે ક્વાર્ટર GDP માઈનસને બદલે પોઝિટિવ રહેશે: RBI
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે RBI અર્થતંત્રને આ વર્ષના બીજા ભાગમાં સુધારાના માર્ગે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે આ વર્ષના આવતા બે ક્વાર્ટર (Q3 અને Q4)નો GDP ગ્રોથ માઈનસમાં રહેવાની જગ્યાએ અનુક્રમે 0.1% અને 0.7% પોઝિટિવમાં રહી શકે છે.
ADVERTISEMENT
કોરોનાને કારણે અર્થતંત્રની કમર ભાંગી ગઈ છે
નોંધનીય છે કે કોરોના મહામારીના લોકડાઉનને કારણે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં GDP ગ્રોથ માઈનસ -23.9% નોંધાયો હતો જયારે બીજા ક્વાર્ટરમાં માઈનસ -7.5% નોંધાયો હતો.
ADVERTISEMENT
હવે અર્થતંત્રના કુલ નુકશાનને -9.5%ને બદલે -7.5% પ્રોજેક્ટ કરવાથી રોકાણકારોમાં નવી આશાઓનો સંચાર થયો છે અને સેન્સેક્સ આક્રમક રીતે વધ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.