બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:30 PM, 27 February 2024
આદિવાસીઓનું હિત કોની સાથે છે? આ પાયાનો પ્રશ્ન ફરી એકવાર પૂછવાની સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા નારણ રાઠવાએ વિધવત કેસરી ખેસ પહેરી લીધો. નારણ રાઠવાની પાછળ-પાછળ અપેક્ષાકૃત તેના દિકરા સંગ્રામ અને અન્ય કોંગ્રેસી આગેવાનો પણ ભરતી મેળામાં ભાજપમાં ભળી ગયા. ભાજપમાં જોડાતી વખતે અગાઉ જે નેતાઓ વાત કરતા આવ્યા છે તે જ વાત નારણ રાઠવાએ કરી. કોંગ્રેસની કોઈ એક સમયની મજબૂત મતબેંક અને એ મતબેંકને જાળવી રાખતા ઘણા મોટા નેતાઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. છોટાઉદેપુર સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટી તરીકે નારણ રાઠવા, સુખરામ રાઠવા અને મોહન રાઠવા સારુ એવું વર્ચસ્વ ધરાવે છે. ભાજપનું 5 લાખથી વધુ મતોથી જીતવાનું સ્વપ્ન કે પછી 400 પારના લક્ષ્યાંકને બાજુ પર મુકીએ અને મૂળ મુદ્દાની ચર્ચા કરીએ તો સવાલ એક જ આવીને ઉભો રહે છે કે જેના માટે આ કવાયત થઈ રહી છે તે આદિવાસી સમુદાય ક્યાં ઉભો છે?. આપણે જેને મૂળ નિવાસી કહીએ છીએ એવો આદિવાસી સમાજ આઝાદીના 7 દાયકા પછી સામાજિક અને આર્થિક રીતે કેટલો સશક્ત થયો. જે કોંગ્રેસી આદિવાસી નેતાઓ છે તે પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે આ માત્ર બનવાજોગ છે કે પછી આદિવાસી સમુદાય શિક્ષણ મેળવીને વધુ વિચારતો થયો માટે નેતાઓ તેના મન પરિવર્તનને કળી ગયા છે?. સરકારની યોજનાઓથી આદિવાસીઓનું જનજીવન ખરેખર બદલાયું છે કે નહીં. આદિવાસીઓના હિતની વાતો કરનારા લોકોએ અત્યાર સુધી આદિવાસીઓનું હિત કેટલું કર્યું.
ADVERTISEMENT
આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા
વરિષ્ઠ કોંગ્રેસી અને આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે, નારણ રાઠવાના દિકરા સહિત અનેક કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે જેથી કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં ફટકો પડી શકે છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ આદિવાસી મતબેંક અગત્યની છે. ત્યારે નારણ રાઠવાના પક્ષપલટા સાથે કેટલાક સવાલો પણ ઉપસ્થિત છે. રાજ્યનો આદિવાસી નેતા ક્યાં અને કોની સાથે ઉભો છે? રાજ્યનો આદિવાસી સરવાળે ક્યાં અને કોની સાથે છે? આદિવાસી નેતૃત્વની વિચારધારામાં પરિવર્તનનું કારણ શું? આદિવાસી પોતાના હિત પ્રત્યે વધુ સજાગ થયો છે કે નહીં? આદિવાસી નેતાઓ આદિવાસીઓનો કેટલો વિકાસ કરી શક્યા?
ADVERTISEMENT
તાજેતરમાં ક્યા આદિવાસી નેતાઓએ કોંગ્રેસ છોડી?
નારણ રાઠવાએ શું કહ્યું?
તેમણે કહ્યું કે, મારી કોંગ્રેસ સામે નારાજગી નથી તેમજ વિકાસને ધ્યાનમાં લઈને જ ભાજપમાં જોડાયા છીએ. સત્તાપક્ષની સાથે હોઈએ ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે. આદિવાસીઓનું વધુ સારુ હિત કરવા કટિબદ્ધ છે. ભાજપમાં જોડાતા પહેલા કોઈ શરત રાખી નથી. મારા સાથી કાર્યકરો પણ ભાજપ સાથે જઈ રહ્યા છે
વનબંધુ યોજનાના 10 મુદ્દા ક્યા હતા?
5 લાખ કુટુંબ માટે રોજગારલક્ષી કાર્યક્રમ
શિક્ષણની ગુણવત્તા, ઉચ્ચ શિક્ષણ ઉપર ભાર
આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ
સૌને માટે આરોગ્ય
સૌને માટે આવાસ
પીવાનું શુદ્ધ પાણી
સિંચાઈ
વીજળીકરણની સાર્વત્રિક ઉપલબ્ધતા
બારમાસી રસ્તાઓ
શહેરી વિકાસ
રાઠવા પિતા-પુત્રએ કોંગ્રેસ કેમ છોડી?
કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ
પક્ષને બેઠો કરવાની ક્ષમતા નથી રહી
યુવા અને ઉત્સાહી લોકોને તક નથી મળતી
દર વર્ષે કોંગ્રેસ તૂટી રહી છે
ભાજપને શું ફાયદો થઈ શકે છે?
ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું વર્ચસ્વ જોવા મળ્યું છે. નારણ રાઠવા, મોહન રાઠવા, સુખરામ રાઠવાનો પ્રભાવ છે તેમજ મોહન રાઠવા અગાઉ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા લોકસભા ચૂંટણીમાં અસર પડી શકે છે
વાંચવા જેવું: લોકસભા માટે 450 જેટલા નામો પર CM આવાસ પર મંથન શરૂ, આ પ્રક્રિયામાંથી પાસ થશે તે નામો દિલ્હી મોકલાશે
2019માં આદિવાસી મતવિસ્તારમાં મતદાન
દાહોદ
66.57%
છોટાઉદેપુર
73.90%
બારડોલી
73.89%
વલસાડ
75.48%
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.