બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / SENIOR CITIZEN MENTAL HEALTH ILLNESS SYMPTOMS LIKE ANXIETY, DEPRESSION

સ્વાસ્થ્ય એલર્ટ / સાવધાન! વધતી ઉંમર સાથે થઇ શકે છે અનેક માનસિક સમસ્યાઓ, ભૂલથી પણ દેખાય આ લક્ષણો તો ચેતી જજો

Vaidehi

Last Updated: 06:08 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHOનાં આંકડાઓ અનુસાર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં આશરે 15% લોકો કોઈને કોઈ પ્રકારે માનિસક વિકાર ધરાવે છે. WHO અનુસાર લગભગ 3.8% વૃદ્ધો Anxiety નો શિકાર બનતાં હોય છે.

  • વધતી ઉંમરની સાથે આવે છે અનેક માનિસક સમસ્યાઓ
  • વૃદ્ધો અનુભવે છે માનસિક વિકારની તકલીફો
  • 3.8% વૃદ્ધો Anxiety નો શિકાર બનતાં હોય છે

ઘરમાં વડીલોનું હોવું ખુબ જરૂરી છે. તેમના પ્રેમ, આશીર્વાદ અને અનુભવથી વ્યક્તિને આગળ વધવામાં ઘણી સહાય મળતી હોય છે. જો કે વધતી ઉંમરની સાથે વડીલોનાં જીવનમાં પણ અનેક ફેરફારો આવતાં હોય છે. આ ઉંમરમાં લોકો માનસિક સમસ્યાઓનો પણ શિકાર બની જતાં હોય છે. WHOનાં આંકડાઓ અનુસાર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં આશરે 15% લોકો કોઈને કોઈ પ્રકારે માનિસક વિકાર ધરાવે છે. WHO અનુસાર લગભગ 3.8% વૃદ્ધો Anxiety નો શિકાર બનતાં હોય છે. તેવામાં આવો જાણીએ વૃદ્ધોમાં માનસિક બીમારીઓનાં લક્ષણો.

લોકોથી દૂરી
જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક લોકોથી દૂર થવા ઈચ્છે છે, વાતચીત ઓછી કરી દે છે અથવા તો વાતચીત કરવામાં મુશ્કેલીઓ અનુભવવા લાગે છે ત્યારે તે માનિસક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

ચિડચિડાપણું
આપણાં ભાવનાત્મક વ્યવહારો મોટાભાગે સામાજિક સંબંધો પર આધાર રાખતાં હોય છે. તેવામાં વધતી ઉંમરની સાથે જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક પરિસ્થિતિઓથી બચવાનું શરુ કરી દે છે, અચાનકથી ચિડચિડિયાં થવા લાગે છે ત્યારે તેઓ માનિસક રૂપે બીમાર હોઈ શકે છે.

પોતાની સારસંભાળ ન રાખવું
પોતાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હોય છે ત્યારે ઉંમર વધવાની સાથે આ બાબતને નજરઅંદાજ ન કરવું જોઈએ. જો કોઈ વૃદ્ધ પોતાની વ્યક્તિગત સ્વચ્છતા કે પોતાની સારસંભાળને નજરઅંદાજ કરવા માંડે તો શક્ય છે કે તેમના મનમાં કોઈ સમસ્યા છે.

વજનમાં બદલાવ
ભૂખમાં ફેરફાર, સતત ખરાબ મૂડ, એકલાપણું, દુ:ખ વગેરે કારણે અચાનક વજન ઘટી શકે છે. આ સંકેત છે કે તમારી આસપાસનાં વૃદ્ધ લોકો કોઈ માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

ઊંઘમાં ફેરફાર
વધતી ઉંમરની સાથે જો કોઈ વ્યક્તિને સૂવામાં તકલીફ થતી હોય તો તે પણ માનસિક વિકારનું લક્ષણ બની શકે છે. આ સિવાય કેટલાક મામલાઓમાં વધુપડતી ઊંઘ આવવાનો પણ અનુભવ થઈ શકે છે.

એન્ઝાયટી
Anxiety એટલે કે સતત કોઈને કોઈ વિષયે ચિંતિત રહેવું અને વિચાર કર્યા કરવું. જો કોઈ વ્યક્તિ કોઈની સુરક્ષા, ભલાઈ અને રોજિંદા કામોની જરૂરિયાતથી વધારે ચિંતા કરવા લાગે છે તો શક્ય છે કે તેઓ માનસિક વિકારનો સામનો કરી રહ્યાં હોય.

ભૂલવાની સમસ્યા
વધતી ઉંમરની સાથે મોટાભાગે વાતો કે કાર્ય ભૂલી જવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જો કોઈ વ્યક્તિનું નામ યાદ રાખવામાં મુશ્કેલી, વાતચીત કરવામાં મુશ્કેલી કે પછી ભૂલી જવાની બીમારી થવા લાગે તો માનસિક સમસ્યાઓ હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ