બ્રેકિંગ ન્યુઝ
જો બિડને પોતાના ટ્વિટર પર લખ્યું, કમલા હેરિસને આ જંગમાં પોતાના સાથી બનાવી ઘણા ખુશ છે. તેમની ગણતરી દેશના સૌથી સારા સીનેટરમાં થાય છે. મે તેમની સાથે ઘણા લાંબા સમય સુધી કામ કર્યું છે. કમલા હેરિસે મહિલાઓ અને બાળકો માટે ઘણુ સારુ કામ કર્યું છે અને ભવિષ્યને તૈયાર કર્યું છે.
ADVERTISEMENT
United States: Democratic presidential nominee Joe Biden picks Senator Kamala Harris as his running mate. pic.twitter.com/YbEg0EZtzO
— ANI (@ANI) August 11, 2020
ADVERTISEMENT
જો કે જાહેરાત બાદ કમલા હેરિસ તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું અને પાર્ટીનું અભિવાદન કર્યું. કમલા હેરિસે લખ્યું કે જો બિડેન લોકોને એકજૂટ કરનારા છ અને પોતાના રાજકીય કેરિયરમાં આ કર્યું છે. મને આનંદ થયો કે તેઓની ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની છું અને તેઓ જે પણ કહેશે તે હું કમાંડર ઇન ચીફની વાત માનીશ.
કમલા હેરિસે પ્રારંભમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું કેમ્પેઇન શરૂ કર્યું હતું, પરંતુ થોડા સમય પછી કમલા હેરિસે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું અને જો બિડેનને સમર્થન કર્યું. હવે ત્રણ નવેમ્બરે યોજોનાર ચૂંટણી પર બધાની નજર છે, કારણ કે હવે ભારતીય મૂળના અંદાજે 15 લાખ મતદાતાઓ ડેમોક્રેટસ તરફી મતદાન કરે તેવી પ્રબળ અટકળો લગાવામાં આવી રહી છે.
ADVERTISEMENT
I’ve known Senator @KamalaHarris for a long time. She is more than prepared for the job. She’s spent her career defending our Constitution and fighting for folks who need a fair shake. This is a good day for our country. Now let’s go win this thing. pic.twitter.com/duJhFhWp6g
— Barack Obama (@BarackObama) August 11, 2020
ADVERTISEMENT
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કમલા હેરિસની પ્રશંસા કરી અને લખ્યું કે હું તેઓને ઘણા છેલ્લા ઘણા સમયથી જાણું છું. તેઓ આ કામ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. આજે દેશ માટે ઘણો અગત્યનો દિવસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.