બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / See how a magnitude 7.6 earthquake wreaked havoc in Japan

તબાહીના દ્રશ્યો / 33 હજાર ઘરોમાં બત્તી ગુલ, 8ના મોત, 38 ફ્લાઇટ્સ કેન્સલ..., જુઓ 7.6ની તીવ્રતાના ભૂકંપે જાપાનમાં કેવી તબાહી મચાવી

Priyakant

Last Updated: 10:26 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Earthquake Latest News: જાપાની અધિકારીઓના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં લગભગ 155 ભૂકંપ અનુભવાયા, રસ્તાઓમાં તિરાડોને કારણે બચાવ કામગીરીને પણ અસર

  • જાપાનમાં નવા વર્ષે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી
  • અત્યાર સુધીમાં 8 લોકોના મોત, 38 ફ્લાઈટ્સ રદ 
  • 33 હજાર ઘરોમાં અંધારપટ, વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું

Japan Earthquake : જાપાનમાં નવા વર્ષે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. આ તરફ 38 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વિગતો મુજબ અહીં 33 હજાર ઘરોમાં અંધારપટ છે. એટલે કે વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાપાની સેનાને મેદાનમાં ઉતારવું પડ્યું.

જાપાને 2024ના પહેલા દિવસે શ્રેણીબદ્ધ ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. જાપાની અધિકારીઓના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં લગભગ 155 ભૂકંપ અનુભવાયા હતા. ઘણા આંચકા 6 થી વધુ તીવ્રતાના હતા, જ્યારે પ્રથમ આંચકો 7.6 ની તીવ્રતાનો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી.

રસ્તાઓમાં તિરાડોને કારણે બચાવ કામગીરીને પણ અસર
ભૂકંપની તીવ્રતા જોઈને જાપાનમાં તરત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પછી જાપાનના દરિયાઈ વિસ્તારમાં 5 ફૂટ ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. આ ભૂકંપના કારણે જાપાનના ઘણા મુખ્ય રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા, જેના કારણે ડોક્ટરો અને સેનાના જવાનો સહિત બચાવ કામગીરીમાં લાગેલા લોકો પણ અલગ-અલગ જગ્યાએ અટવાઈ ગયા હતા. આ રસ્તાઓ પર મોટી તિરાડો જોવા મળી હતી.

નોટો દ્વીપકલ્પ પર સૌથી વધુ અસર
જાપાનમાં આવેલા ભૂકંપની સૌથી વધુ અસર રિમોટ નોટો દ્વીપકલ્પ પર પડી છે. આ સ્થળે જાપાની સેનાના હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જાપાનના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ચાર એક્સપ્રેસ વે, બે હાઈ-સ્પીડ ટ્રેન, 34 લોકલ ટ્રેન લાઈનો અને 16 દરિયાઈ ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો છે. જાપાનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં વધુ શક્તિશાળી ભૂકંપ આવી શકે છે.

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ બચાવ ટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ રશિયા, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રશિયાના સખાલિન ટાપુનો પશ્ચિમ કિનારો અને મુખ્ય ભૂમિ પ્રિમોર્સ્ક અને ખાબોરોવસ્ક પ્રદેશો સુનામીના જોખમમાં છે. જાપાનમાં આવેલા ભૂકંપના કારણે થયેલી આ ભયાનક તબાહી બાદ અમેરિકાએ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે, અમેરિકા જાપાનને કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, નજીકના સાથી તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચે મિત્રતાનું ગાઢ બંધન છે જે આપણા લોકોને એક કરે છે. અમારા વિચારો આ મુશ્કેલ સમયમાં જાપાની લોકો સાથે છે.

વધુ વાંચો: જાપાનમાં સુનામી એલર્ટ: 7.4ની તીવ્રતાથી ધરા ધણધણી ઉઠી, Videos જોઇ હચમચી જશો

2011માં આવ્યો હતો સૌથી ગંભીર ભૂકંપ 
જાપાનમાં ઘણીવાર ભૂકંપનો ખતરો રહે છે. અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લઈને ખૂબ જ કડક નિયમો છે. અહીંની ઇમારતો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તે ભૂકંપના તીવ્ર આંચકાને પણ સહન કરી શકે. 1 જાન્યુઆરી પહેલા જાપાનમાં સૌથી મોટો ભૂકંપ 16 માર્ચ, 2022ના રોજ આવ્યો હતો. આ દિવસે ફુકુશિમામાં 7.3ની તીવ્રતાના ભૂકંપના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે 94 લોકો ઘાયલ થયા હતા. જાપાનના ઈતિહાસમાં સૌથી ભયાનક ભૂકંપ 11 માર્ચ, 2011ના રોજ આવ્યો હતો, જ્યારે 9.0ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને સુનામી પછી લગભગ 20 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

જાપાનમાં ભારતીય દૂતાવાસે સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે જાહેર કર્યા ઇમરજન્સી નંબર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ