બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A 7.4 magnitude earthquake was felt in western Japan, the Meteorological Department issued a tsunami alert

VIDEO / જાપાનમાં સુનામી એલર્ટ: 7.4ની તીવ્રતાથી ધરા ધણધણી ઉઠી, Videos જોઇ હચમચી જશો

Vishal Khamar

Last Updated: 02:34 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Earthquake: પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા.

  • પશ્ચિમ જાપાનમં 7.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જાહેર કરાઈ
  • દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના 

પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે. 

જાપાનમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા
મળતી માહિતી મુજબ સાંજે 4:21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. આ પછી તોયામા પ્રીફેક્ચરમાં સાંજે 4:35 વાગ્યે 80 સેમીના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4:36 વાગ્યે મોજા નિગાતા પ્રીફેક્ચરમાં પહોંચ્યા. અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ