બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Security of TMC leader Mukul Roy has been withdrawn by Ministry of Home Affairs

નિર્ણય / બંગાળના મોટા નેતા ભાજપ છોડી TMCમાં ગયા તો ગૃહ મંત્રાલય આવ્યું એક્શનમાં, લીધો આ મોટો નિર્ણય

Published By: Arohi

Last Updated: 03:15 PM, 17 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપીને છોડીને તૃલમુલ કોંગ્રેસમાં આવેલા મુકુલ રોયની સુરક્ષાને ગૃહમંત્રાલયે પાછી ખેંચી.

  • BJP છોડીને TMCમાં પરત ફર્યા હતા મુકુલ રોય
  • કેન્દ્ર સરકારે મુકુલ રોયની Z-શ્રેણીની સુરક્ષા પરત ખેંચી
  • ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કર્યા

ભાજપને છોડીને TMCમાં પરત ફરેલા નેતા મુરુલ રોયની સુરક્ષાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પરત ખેંચી લીધી છે. કેન્દ્ર સરકારે મુકુલ રોયની ઝેડ-શ્રેણીની સુરક્ષા પરત ખેંચી લીધી છે. તેમની સુરક્ષાને હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસી નેતા મુકુલ રોયની સુરક્ષા હટાવવાને લઈને ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કર્યા છે. 

સરકારી સૂત્રો અનુસાર, સુરક્ષા પરત લેવાનો આદેશ કાલે જાહેર કરવામાં આવ્યો હતો અને હાલ સીઆરપીએફ સુરક્ષા પરત ખેંચવાની પ્રક્રિયા કરી રહી છે. મુકુલ રોપના દિકરા સુભ્રાંશુની કેન્દ્રીય સુરક્ષા ગયા શનિવારે જ પરત લઈ લેવામાં આવી હતી. 

મુકુલ રોયના TMCમાં શામેલ થયા બાદ શનિવારે ગૃહ મંત્રાલયને પત્ર લખીને પોતાની સીઆરપીએફ સુરક્ષા પરત લેવા માટે કહ્યું હતું. જ્યાર બાદ કાલ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા પરત લેવાના આદેશ આપ્યા છે. તેમને ગયા શુક્રવારે બંગાળ સરકાર દ્વારા વાઈ ગ્રેડની સુરક્ષા આપવામાં આવી છે. 

મુકુલના દિકરાની સુરક્ષા પણ પરત ખેંચાઈ 
ભાજપમાંથી TMCમાં ગયેલા મુકુલ રોયે દિકરા શુભ્રાંશુ રોયની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશ પર કેન્દ્રીય સુરક્ષાબળની તરફથી મુકુલ રોયના દિકરા શુભ્રાંશુ રોયને આપવામાં આવેલી સુરક્ષા પરત લઈ લેવામાં આવી છે. જણાવી દઈએ કે 2017માં TMCમાંથી ભાજપમાં આવ્યા બાદ રોયે કેન્દ્રીય સુરક્ષા કવચ આપવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ministry of home affairs Mukul Roy TMC Z security security મુકુલ રોય mukul roy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ