બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દહેજની માગ ન કરવામાં આવે તો પણ, પતિ અને સાસરીવાળાના સભ્યો સામે આ કલમ હેઠળ કેસ દાખલ કરી શકાય: સુપ્રીમ કોર્ટ

ચુકાદો / દહેજની માગ ન કરવામાં આવે તો પણ, પતિ અને સાસરીવાળાના સભ્યો સામે આ કલમ હેઠળ કેસ દાખલ કરી શકાય: સુપ્રીમ કોર્ટ

Priyankka Triveddi

Last Updated: 03:33 PM, 21 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ મહિલાના સાસરિયાં તેની પાસેથી દહેજની માંગણી નથી કરતાં પણ હિંસા કરે છે તો તેના પર પણ સેકશન 498A અંતર્ગત તેમના પર એક્શન પણ થઈ શકે છે.

મોટાભાગના લોકો એવું માને છે કે સેકશન 498A માત્ર દહેજની માંગણી પર જ લાગુ પડે છે. જો સાસરિયાંવાળા દહેજની માંગણી નથી કરતાં તો તેમના પર કોઈ એક્શન લેવાઈ શકાતા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું છે કે સેકશન 498A નો ઉદેશ્ય ઘરેલુ હિંસા અને અત્યાચાર સામે બચાવવાનો પણ છે. આ કાયદો દહેજ માટે ત્રાસ સહન કરતી મહિલાઓ માટે ખાસ બનાવાયો છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વારાલે એક કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કલમ 498A નો મુખ્ય હેતુ હિંસાને રોકવાનો છે. તે ફક્ત દહેજના લીધે થતી હિંસાના કેસ માટે નથી. બેન્ચે કહ્યું કે જો સાસરિયાઓ દહેજની માંગણી ન કરતા હોય પરંતુ મહિલાને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. 12 ડિસેમ્બર 2014 ના રોજ બહાર પાડેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે 'આ કલમ હેઠળ ક્રૂરતાને દર્શાવવા માટે દહેજની માંગણી જરૂરી નથી.' આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં 498A હેઠળની કાર્યવાહી રદ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તે આદેશને જ રદબાતલ કર્યો છે.

મહિલાએ મૂક્યો આરોપ

એ.ટી. રાવ પર તેની પત્નીને માર મારવાનો આરોપ હતો. ઉપરાંત રાવે તેની પત્નીને તેના સાસરિયાના ઘરમાંથી કાઢી મૂકી હતી. પત્નીએ કહ્યું કે તેણે ઘણી વાર તેના સાસરિયાને ત્યાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને અંદર જવા દેવામાં આવી નહીં. આ પછી પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી અને અને તપાસ બાદ રાવ અને તેની માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. રાવ અને તેની માતાએ આ કેસ સામે હાઇકોર્ટમાં અરજી કરી જ્યાં કેસ રદ કરવામાં આવ્યો. ત્યારબાદ તેની પત્નીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે ત્યારે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાવ અને તેની માતાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે કલમ 498A હેઠળ તેમની સામે કેસ કરી શકાય નહીં કારણ કે તેમણે ન તો દહેજની માંગણી કરી હતી કે ન તો તેના માટે તેને હેરાન કરી હતી. આ અરજી હાઇકોર્ટે સ્વીકારી લીધી હતી.

વધુ વાંચો: વોટ્સએપે 8400000થી વધુ ભારતીય એકાઉન્ટ કર્યા બ્લોક, જાણો કારણ

સુપ્રીમ કોર્ટનો ચુકાદો

આંધ્રપ્રદેશ હાઇકોર્ટે રાવની અરજી સ્વીકારતા આરોપીની પત્નીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. અહીં પણ એટી રાવે કહ્યું કે તેમની સામે કોઈ કેસ કરી શકાય નહીં કારણ કે તેમણે ન તો દહેની માંગ કરી છે કે ના દહેજ માટે તેને હેરાન કરવામાં આવી છે. આના પર બેન્ચે કલમ 498A ની જોગવાઈઓ અંગેની માહિતી સ્પષ્ટ કરી. બેન્ચે કહ્યું કે આ કાયદો મુખ્યત્વે ક્રૂરતા અને હિંસાના કેસોનો સામનો કરવા માટે છે. દહેજ માંગ્યા વિના પણ આ કલમ લાગુ કરી શકાય છે. તેથી દહેજ સિવાય જો કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હેરાનગતિ હોય તો કેસ નોંધી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court National Andhrapradesh Highcourt
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ