બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Second marriage to a Pakistani woman without divorce, Dawood lives in Karachi? Haseena Parkar's son reveals secrets

ઘટસ્ફોટ / પાકિસ્તાને દાઉદને બનાવી લીધો જમાઈ: બીજીવાર કર્યા લગ્ન, ભાણિયા અલીશાહે કર્યા અનેક ખુલાસા

Megha

Last Updated: 03:17 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના દીકરા અલી શાહે ખુલાસો કરતાં કહ્યું કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કર્યા છે અને તે કરાચીમાં મોજ-મસ્તીનું જીવન જીવી રહ્યો છે.

  • દાઉદના ભત્રીજા અલી શાહે મોટો ખુલાસો કર્યો
  • દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કર્યા
  • હાલ કરાચીમાં મોજ-મસ્તીનું જીવન જીવી રહ્યો છે

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના દીકરા એટલે કે દાઉદના ભત્રીજા અલી શાહે મોટો ખુલાસો કર્યો છે. મળતી જાણકારી અનુસાર ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી NIAને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે દાઉદ અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે પાકિસ્તાનના કરાચીના ડિફેન્સ વિસ્તારમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે એમ પણ ખુલાસો કર્યો હતો કે દાઉદે બીજા લગ્ન કર્યા હતા અને તેની બીજી પત્ની પઠાણ મૂળની છે. જો કે તેને તેની પહેલી પત્ની મહજબીન પાસેથી હજુ પણ છૂટાછેડા લીધા નથી. જણાવી દઈએ કે દાઉદનો ભત્રીજો ગયા વર્ષે જુલાઈમાં દુબઈમાં મહજબીનને મળ્યો હતો. 

અલી શાહે પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા 
રિપોર્ટ અનુસાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કર્યા છે અને તે કરાચીમાં મોજ-મસ્તીનું જીવન જીવી રહ્યો છે. આ મામલો સપ્ટેમ્બર 2022નો છે, જ્યારે તપાસ એજન્સી NIAએ દાઉદના આતંકી નેટવર્કના સંબંધમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સેંકડો લોકોની ધરપકડ કરી હતી સપ્ટેમ્બર 2022માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સામે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા હતા.

જણાવી દઈએ કે એજન્સીએ આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ એમ છે કે અલી શાહે NIAને જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમે હજુ સુધી તેની પહેલી પત્ની મેહજબીન શેખને છૂટાછેડા આપ્યા નથી. જો કે દાઉદના બીજા લગ્ન પણ મેહજબીન પરથી તપાસ એજન્સીઓનું ધ્યાન હટાવવાનો એક પ્રયાસ હોઈ શકે છે.

અલી શાહ દુબઈમાં દાઉદની પહેલી પત્નીને મળ્યો 
અલી શાહે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તે જુલાઇ 2022માં દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્નીને દુબઈમાં મળ્યો હતો જ્યાં તેને દાઉદના અન્ય મહિલા સાથે લગ્ન વિશે જણાવ્યું હતું. સાથે જ તેને એમ પણ દાવો કર્યો છે કે મહેજબીન શેખ ભારતમાં દાઉદના સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે.હસીના પારકરના પુત્ર અલી શાહે પણ NIAને દાઉદ ઈબ્રાહિમના ઠેકાણા વિશે જણાવ્યું અને દાવો કર્યો કે અંડરવર્લ્ડ ડોન હવે કરાચીમાં રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ