બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / હવે સ્ટોક ખરીદવા અને વેચવાની સલાહ નહીં આપી શકાય, SEBIએ આ કારણે જાહેર કર્યો નવો પરિપત્ર
Last Updated: 02:00 PM, 30 January 2025
ઘણા એવા ફાઇનાન્સર છે, જેઓ સેબીમાં રજિસ્ટર્ડ નથી અને સ્ટોક માર્કેટ એજ્યુકેશનના નામે શેર ખરીદવા અને વેચવાની સલાહ આપતા રહે છે.
ADVERTISEMENT

જો કે, હવે સેબીએ એક સરક્યુલર બહાર જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે, સ્ટોક માર્કેટ એજ્યુકેશનના નામે જે લોકો સલાહ આપે છે તેઓ સ્ટોક માર્કેટમાં લાઈવ ચાલી રહેલ માર્કેટ પ્રાઇસની વાત નહીં કરે. તેઓ હવે સ્ટોક માર્કેટ એજ્યુકેશનમાં 3 મહિના જૂના માર્કેટ પ્રાઇસ અંગેની ચર્ચા કરશે અને તેનું જ ઉદાહરણ આપશે.
ADVERTISEMENT
વધુ વાંચો: પત્નીને ગિફ્ટ આપવા કેમેરા સામે ડોક્ટરે જાતે કરી પોતાની નસબંધી, દુનિયાનો પહેલો કેસ
બુધવાર 29 જાન્યુઆરી 2025ના રોજ, સેબી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. સેબીએ આ પરિપત્રમાં FAQ પણ બહાર પાડયા છે. જેમાં, શિક્ષણ, સલાહ અથવા ભલામણ વચ્ચેના તફાવત પર, સેબીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ ફક્ત શિક્ષણ સાથે જોડાયેલ છે, તે બંને પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકશે નહીં. વાતચીત અથવા ભાષણ, વિડિયો, ટીકર, સ્ક્રીન શેરિંગ વગેરે દરમિયાન શેરના ભાવોની સલાહ આપવા માટે તેઓ છેલ્લા ત્રણ મહિનાના શેર પ્રાઇસનો ઉપયોગ કરી શકશે નહીં.
ADVERTISEMENT

વાસ્તવમાં, એવા ઘણા ફાઇનાન્સર છે જેઓ રજિસ્ટર્ડ નથી અને સ્ટોક માર્કેટ એજ્યુકેશનના નામે શેર ખરીદવા અથવા વેચવાની સલાહ આપતા રહે છે. જો કે, સેબીના આ પગલાથી સ્ટોક માર્કેટ એજ્યુકેશનના નામે શેર ખરીદ-વેચાણની સલાહ આપવા પર રોક લાગશે. સેબીના આ પગલા બાદ ફિનફ્લુએન્સર્સના સબસ્ક્રાઈબર બેઝમાં મોટો ઘટાડો થઈ શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.