બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:52 PM, 30 January 2025
તાઈવાનના પ્લાસ્ટિક સર્જને કરાવી નસબંધી અને પત્નીને આપી ગજબ ભેટ. વાત એમ છે કે, ડૉક્ટર ચેન આંખ, નાક અને સ્તન જેવી સર્જરી કરે છે. જો કે, આ વખતે તેણે પોતાની જ નસબંધી કરી અને વીડિયો પણ શેર કર્યો. તેણે આ પગલું તેની પત્ની માટે ભર્યું, ડૉક્ટરને એવું લાગ્યું કે તેની અને તેની પત્નીની ઉંમરને ધ્યાનમાં રાખીને નસબંધી કરાવવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
A plastic surgeon in Taipei City, Taiwan, performed his own vasectomy as a unique gesture for his wife and shared a video of the procedure online. Dr. Chen Wei-Nong, a father of three, used local anesthesia to perform the surgery on himself. #MedTwitter #medx #Doctors pic.twitter.com/EzOz7tc1Zj
— Hello Doctor Talks (@HelloDoctortalk) January 22, 2025
ખાસ વાત તો એ છે કે, તેણે આ પ્રક્રિયા જાતે કરવાનું નક્કી કર્યું. ચેને કહ્યું કે, સ્ત્રી નસબંધી ખૂબ જટિલ હોય છે જ્યારે પુરુષો માટે આ પ્રક્રિયા સરળ હોય છે. આમાં શુક્રાણુની નળીને ઓળખીને બાંધવાની હોય છે. વીડિયોમાં ચેને તેની નસબંધીનાં 11 સ્ટેપ્સ બતાવ્યાં છે.
ADVERTISEMENT
આમાં નળીને શોધવી, એનેસ્થેસિયા લગાવવું અને ઘાને કેમ સીલ કરવાનું તેના વિશે પણ જણાવ્યું છે. ચેને કહ્યું કે, આ એક ખૂબ જ પીડાદાયક પ્રક્રિયા હતી! જો કે તેણે વધુમાં કહ્યું કે, આ પ્રક્રિયા સામાન્ય રીતે 15 મિનિટમાં થાય છે, પરંતુ આ જે પ્રક્રિયા હતી તે એક કલાકથી વધુ સમયમાં પૂર્ણ કરી. સર્જરી પછી, ચેને જણાવ્યું કે તે ખૂબ થાકી ગયો હતો અને બીજા દિવસે દુખાવો પણ ઓછો થયો હતો.
ADVERTISEMENT

ચેનના આ પગલા પર કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, ચેને કહ્યું કે તેની પાસે સર્જિકલ લાયસન્સ છે અને પ્રક્રિયા દરમિયાન યુરોલોજિસ્ટ સહિત એક નર્સ અને ત્રણ ડૉક્ટરોની ટીમ પણ સાથે હતી. બીજું કે, તાઈપેઈના આરોગ્ય વિભાગે ચેનની સર્જિકલ લાયકાતને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે, પ્રક્રિયામાં કોઈ કાનૂની સમસ્યા થઈ નથી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.