ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / Google પર ડૉક્ટરનો નંબર સર્ચ કરવો ભારે પડ્યો, એકાઉન્ટમાંથી 5 લાખ તળિયાઝાટક

એલર્ટ / Google પર ડૉક્ટરનો નંબર સર્ચ કરવો ભારે પડ્યો, એકાઉન્ટમાંથી 5 લાખ તળિયાઝાટક

Published By: Nirav Kumar

Last Updated: 11:06 AM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરેલીમાં ડોક્ટરનું અપોઇન્ટમેન્ટ લેવા ગૂગલ પર નંબર શોધીને કોલ કરતાં સાયબર ઠગોએ APK ફાઇલ ડાઉનલોડ કરાવીને એક વ્યક્તિના ખાતામાંથી 5.6 લાખ રૂપિયા ઉડાવી દીધાનો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

બરેલીમાં એક પરિવારને ડોક્ટરનું અપોઇન્ટમેન્ટ લેવા ગૂગલ પર નંબર શોધવું ભારે પડી ગયું. જેમાં ઇફકો કોલોનીના રહીશ સર્વેશ શર્માના બાળકને તકલીફ હતી તેથી તેમને 24 ઓગસ્ટે અયુબ ખાન ચોરાહા પાસેના નાક-કાન-ગળાના નિષ્ણાત ડોક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું. ગૂગલ પર મોબાઇલ નંબર શોધીને કૉલ કરતાં જ સામેના વ્યક્તિએ પોતાને ડોક્ટરના અપોઇન્ટમેન્ટ વિભાગ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું.

જેમાં તેને કહ્યું કે હવે જૂની રીત બદલાઈ ગઈ છે અને ઓનલાઇન પ્રક્રિયા દ્વારા જ અપોઇન્ટમેન્ટ લેવું પડશે. ત્યારબાદ વોટ્સએપ પર એક APK ફાઇલ મોકલીને તે ડાઉનલોડ કરાવી. સર્વેશે વિશ્વાસ કરીને ફાઇલ ઇન્સ્ટોલ કરી દીધી પણ અપોઇન્ટમેન્ટ ક્યારેય થયું નહીં. પછી તેઓ પોતે જ ડોક્ટર પાસે ગયા અને દવા લઈ આવ્યા. ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે મોબાઇલમાં ઘૂસી ગયેલી આ ફાઇલથી તેમના સાથે સાયબર ઠગાઈ થઈ ચૂકી છે.

12 સપ્ટેમ્બરે બેંકમાં જતાં જાણવા મળ્યું કે ખાતામાંથી લગભગ 5 લાખ 6 હજાર રૂપિયા ગાયબ થઈ ગયા છે. સર્વેશે તરત જ સાયબર થાનામાં ફરિયાદ નોંધાવી. જેમાં પોલીસે અજ્ઞાત આરોપી સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : ટ્રેનમાં આધાર કાર્ડ ભૂલી ગયા? તો આ રીતે મોબાઈલમાં કરી લો ડાઉનલોડ, કામ થઇ જશે

આથી લોકોને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા લોકોની વાત પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ અનનોન APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરો. પોલીસે ચેતવણી આપી છે કે ડોક્ટર કે હોસ્પિટલના નંબર ગૂગલ પર શોધતી વખતે વધુ સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે સાયબર અપરાધીઓ ઘણી વાર ખોટી માહિતી મૂકીને લોકોને જાળમાં ફસાવતા હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

doctor's appointment Bareilly Cyber Crime

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ