બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Search for truth: Was the Mahabharata picture really behind PM Modi and Biden at G20? Know what is truth

સત્યની શોધ / સત્યની શોધ: G20માં શું ખરેખર PM મોદી અને બાયડનની પાછળ લાગી હતી મહાભારતની તસવીર? જાણો શું છે સત્ય

Pravin Joshi

Last Updated: 02:54 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ ફોટામાં મોદી અને બાયડન બેસીને વાતો કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં 'મહાભારત'ના યુદ્ધ સાથે જોડાયેલી તસવીર જોઈ શકાય છે.

  • PM મોદી અને બાયડનની એક તસવીર થઈ વાયરલ
  • આ ફોટોમાં બંનેની પાછળ મહાભારતની તસવરી જોવા મળી
  • ફોટોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર કરી વાયરલ

વાયરલ ફોટામાં મોદી અને બાયડન બેસીને વાતો કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં 'મહાભારત'ના યુદ્ધ સાથે જોડાયેલી તસવીર જોઈ શકાય છે.

દાવો શું છે?

G20 સમિટ. ભારતને પ્રથમ વખત આ વૈશ્વિક ઈવેન્ટનું આયોજન કરવાની તક મળી. વિશ્વના 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા તેમના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. સમિટ સમાપ્ત થઈ ગઈ છે. લગભગ તમામ નેતાઓ પોતપોતાના દેશો અથવા આગળના પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. અને અહીં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સોફા પર બેસીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે વાત કરતા જોવા મળે છે. તેની પાછળ દિવાલ પર એક પેઇન્ટિંગ છે, જેના પર મહાકાવ્ય 'મહાભારત'ની છબી છે.

વાયરલ તસવીરને સાચી માનીને યુઝર્સ તેને હિંદુ ધાર્મિક પુસ્તક 'ગીતા'ના શ્લોક સાથે શેર કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, G20 હેશટેગ સાથે વાયરલ ફોટો શેર કરતી વખતે એક વપરાશકર્તાએ લખ્યું, "યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત."

તપાસ 

એક ખાનગી ચેનલની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું બહાર આવ્યું છે. વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. ફોટોની સત્યતા જાણવા માટે સૌ પ્રથમ ગૂગલ લેન્સ વડે ફોટો સર્ચ કર્યો. ત્યારબેદ 9 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત 'ઇન્ડિયા ટુડે'નો અહેવાલ મળ્યો. જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને જો બાયડન વચ્ચે વડાપ્રધાનના નિવાસસ્થાને થયેલી વાતચીત વિશે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન બંને નેતાઓએ એઆઈ અને સંરક્ષણ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. રિપોર્ટમાં વાયરલ તસવીર જેવી જ એક તસવીર છે. પરંતુ વાયરલ ફોટામાં બતાવ્યા પ્રમાણે બંને નેતાઓની પાછળ દિવાલની પૃષ્ઠભૂમિમાં કંઈ નથી. તસવીરની ક્રેડિટ પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલને આપવામાં આવી છે.

ત્યારબાદ 8 સપ્ટેમ્બરે પીએમ મોદીના હેન્ડલ પરથી એક ટ્વિટ મળ્યું, જેમાં બાયડન અને મોદી વચ્ચેની મુલાકાતની ઘણી તસવીરો અપલોડ કરવામાં આવી છે. વાયરલ તસવીર જેવી જ એક તસવીર તેમાં પણ છે.

બંને તસવીરોને નજીકથી જોતા સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. વાયરલ ફોટોમાં 'મહાભારત'ની પૃષ્ઠભૂમિને અલગથી ઉમેરવામાં આવી છે. જ્યારે વાસ્તવિક ચિત્રમાં કોઈ ચિત્ર જ નથી.

આ સિવાય પીએમઓની યુટ્યુબ ચેનલ પર અમને બંને નેતાઓની મુલાકાતનો વીડિયો મળ્યો. આમાં પણ ‘મહાભારત’ની પૃષ્ઠભૂમિ ક્યાંય દેખાતી ન હતી.

જેના પગલે તપાસમાં તે સ્પષ્ટ છે કે વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચેની મુલાકાતનો ફોટો એડિટ કરીને મૂંઝવણ ઊભી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ