બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / SDM Medical College in Karnataka, 66 students have contracted coronary heart disease simultaneously.

ચિંતા / આ રાજ્યની મેડિકલ કોલેજમાં ફુટ્યો કોરોનાનો બોમ્બ, એક સાથે 66 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં, આરોગ્યતંત્ર દોડતું થયું

ParthB

Last Updated: 02:49 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓને એક સાથે કોરોના સંક્રમિત થયા છે. એક સાથે અટલા બધા વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતાં આરોગ્યતંત્ર સહિત સૌ કોઈ  ચિંતામાં પડી ગયું છે.

  • કર્ણાટકના મેડિકલ કોલેજમાં ફુટ્યો કોરોનાનો બોમ્બ
  • એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં
  • અટલા બધા વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં તંત્ર હરકતમાં 

મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં
  
કર્ણાટકના SDM મેડિકલ કોલેજમાં એક સાથે 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતાંની સાથે આરોગ્યતંત્ર સહિત સૌકોઈમાં ચિંતા પ્રસરી જવા પામી છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરતાં કોલેજની બિલ્ડીંગ અને બે હોસ્ટેલોને સીલ કરી દીધું છે. મહત્વનું છે કે, આ કોલેજમાં 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

કર્ણાટકના મેડિકલ કોલેજમાં ફુટ્યો કોરોનાનો બોમ્બ

જણાવવામાં આવી રહ્યું છે કે, કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી જતાં મેડિકલ કોલેજ દ્વારા તમામનો કોરોના ટેસ્ટ કરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી 300 વિદ્યાર્થીઓનો ટેસ્ટ થઈ ચુક્ચો છે. જેમાંથી 66 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ પહેલા કેટલીક શાળાઓ અને કોલેજમાં કોરના રૂપી બોમ્બ ફાટ્યો છે. તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં એક શાળામાં 11 વિદ્યાર્થીઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી બાજુ તેલંગાણામાં પણ એક સ્કુલમાં 28 વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યા હતાં. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ સ્કુલમાંથી આ પ્રકારના સમાચારો સાંભળવા મળે છે. 

બાળકોની વેક્સિન પર શું સ્થિતી છે 

દેશમાં હાલ સુધી કોરોનાની ત્રીજી લહેર દસ્તક નથી લીધી પરંતુ બાળકો અને વિદ્યાર્થીઓની વચ્ચે કોરોનાના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે સારી વાત નથી. જ્યારે દરેક રાજ્યમાં સ્કુલ અને કોલેજો શરૂ થવા માંડી છે. તેની સાથે કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, હવે બાળકોને પણ વેક્સિનન આપવી જોઈએ. અત્યાર સુધી સરકાર દ્વારા બનાવેલી કમિટી આ વાત વિચાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે જાન્યુઆરીમાં બીમાર બાળકોને પહેલા વેક્સીન આપવામાં આવી શકે છે. ત્યાર બાદ માર્ચ મહિનાથી દરેક બાળકોને કોરોનાની વેક્સીન લગાવવા શરૂ થઈ શકે છે. હજી સુધી આ અંગે કોઈ  સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. પરંતુ સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટી આ મામલે ઘણી આગળ વધી ગઈ છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ