ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો
સ્કોટલેન્ડની સંસદે મહિલાઓને સેનિટરી ઉત્પાદનો મફતમાં આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આવું કરનાર સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે. મહિલાઓને હવે સમુદાય કેન્દ્રો, યુથ ક્લબ અને ફાર્મસીઓ જેવા જાહેર સ્થળો પર મફત ટેમ્પન અને સેનિટરી પેડ્સ મળશે.
ADVERTISEMENT

મોનિકા લેનને સંસદમાં બિલ પસાર કર્યો
ADVERTISEMENT
સરકારને તેનો વાર્ષિક ખર્ચ આશરે 24.1 મિલિયન થશે. આ બિલને પ્રસ્તાવિત કરનાર મોનિકા લેનને સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, 'આ બિલ માસિક સ્રાવને સ્કોટલેન્ડમાં સામાન્ય પ્રક્રિયા બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે અને આ દેશના લોકોને સંદેશ આપશે કે આપણી સંસદ લિંગ રેશિયો જેવા વિષયોને ગંભીરતાથી લે છે.
આથી પહેલા 2018 ની શરૂઆતમાં, સ્કોટલેન્ડ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં નિશુલ્ક સેનિટરી પેડ્સ આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ પ્રકારના બિલ વિશ્વની દરેક સંસદમાં પાસ થવા જોઈએ.
ADVERTISEMENT
જોડાઓ અમારા અભિયાનમાં
અમે પણ મહિલાઓના સન્માનમાં અને તેમની આ માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓને લઈને થતી તકલીફોને દૂર કરવા અભિયાન ઉપાડ્યું છે. જેનું નામ છે લાલ 'લિ'શાન (#LaalNiShaan). આ અભિયાનનો અમારો મુખ્ય ઉદ્દેશ છે કે લોકો બહાર આવીને માસિક ધર્મ અને પીરિયડ્સ જેવી બાબતો પર ખુલીને વાત કરે. તેને આભડછેટ તરીકે ન જૂએ અને મહિલાઓનું અપમાન થતું બંધ કરે. જો તમે પણ સપોર્ટ કરો છો આ અભિયાનને તો જોડાઓ અમારી સાથે અને મોકલો તમારા વિચારો અમને વીડિયો કે આર્ટિકલ સ્વરૂપે...
ADVERTISEMENT
આ લિંક પર ક્લિક કરો Laal Ni Shaan
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો