બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડા, ભરૂચથી લઇને અનેક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે
Last Updated: 08:13 AM, 25 September 2024
રાજ્યમાં હજુ પણ વરસાદનો વરતારો છે. કેમ કે, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈ યલો એલર્ટવાળી આગાહી કરી છે. જે મુજબ આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપ્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે.
ADVERTISEMENT

અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 26 અને 27, 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે. જ્યારે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ આપ્યું છે.

ADVERTISEMENT
જ્યારે નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાી છે. તો 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT

તા. 25 અને 26નાં રોજ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ADVERTISEMENT
તા. 25 અને તા. 26 નાં રોજ નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.