બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Scattered forecast of rain even after Raksha Bandhan! Trouble on Pragyan Rover was averted, Putin called PM Modi

2 મિનિટ 12 ખબર / રક્ષાબંધન બાદ પણ વરસાદની છૂટીછવાઈ આગાહી.! પ્રજ્ઞાન રોવર પર આવેલી મુસીબત ટળી, પુતિને PM મોદી કર્યો ફોન

Dinesh

Last Updated: 07:15 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : PM મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકારના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

Monsoon farewell from Gujarat? Now it will be cloudy at the beginning of the month, not a single rain system is active.!

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા. ૩૦ ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી અપાશે. આ પવિત્ર તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. AMTSના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપવાના છે. AMTS બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે. હવે તો શહેરની આજુબાજુનાં ગામો જેવાં કે, દેવડી, વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, રજોડા પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજાડ, વાંચ, ગતરાડ, ચોસર, મોટી ભોયણી ચોકડી, ડભોડા, લપકામણ, પાલડી-કાંકજ, શેરથા, નાંદેજ-બારેજડી, ખાત્રજ ચોકડી, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, વિશાલા ટાઉનશિપ, ‌ત્રિમંદિર, કા‌સિન્દ્રાના પેસેન્જર્સને પણ AMTSનો લાભ મળી રહ્યો હોઈ રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે.

Free travel in AMTS for the second year in a row on Raksha Bandhan Day for women in Ahmedabad city

હિન્દુ ધર્મમાં મહત્વનો ગણાતા રક્ષાબંધનના તહેવારને હવે આંગળીના વેઠે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખાસ વખતે રક્ષાબંધન જુદા જુદા પ્રાંતોમાં 30 અને 31 ઓગસ્ટ એમ બંને દિવસે મનાવવામાં આવશે. જેને લઈને જ્યોતિષશાસ્ત્રી ડો. અરુણે કુમાર શર્માના જણાવ્યા અનુસાર રક્ષાબંધન પર લગભગ 20 વર્ષ બાદ ગ્રહ-નક્ષત્રોમાં મોટો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષવિદનું માનીએ તો રક્ષાબંધન પર બુધાદિત્ય યોગ અને રવિ યોગ સાથે મંગળ ધનિષ્ઠા નક્ષત્ર રહશે. જે ખરીદી માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. મંગલ ધનિષ્ઠા નક્ષત્ર 30 ઓગસ્ટના રોજ સવારથી 8.46 વાગ્યા સુધી રહેશે.

 Auspicious coincidence of purchase after 20 years on Raksha Bandhan Mangal Dhanishtha Nakshatra

અમદાવાદમાં વેપારી પાસેથી તોડ કરનાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી છે.. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેમાં સોલા પોલીસે 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓ છે. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આ પોલીસકર્મીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી રૂપિયા 60 હજાર પડાવી લીધા હતા. જે ગુનામાં સોલા પોલીસે સત્તાનો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. 

 વડોદરા નજીક ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ટ્રેન ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું રાત્રીનાં સુમારે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.  ત્યારે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.વડોદરા સુરત રેલવે ટ્રેક પરનાં પિલ્લર વચ્ચે અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ ઘટનાં વરણામાં અને ઈંટોલા સ્ટેશન વ્ચે બની હતી. ગઈકાલે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેન્સિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. 

Failed attempt to overturn train in Vadodara, rescue of two express trains, signal not received or else.

રાજ્યમાં વિવિધ સમાજો દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અને વિવિધ સામાજિક વ્યવહારો બંધ કરાવા માટે અભિયાન છેડાયું છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર વિસ્તારમાં વસવાટ કરતા વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કુરિવાજોને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં લગ્ન જેવા શુભ પ્રસંગોએ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે. જેનાથી આર્થિક ભારણ વધે છે, જેને લઈ ડીજે વગાડવાના કુરિવાજ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથો સાથ બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ જુગાર જેવી બંદીને ડામવા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

Mehsana News : Vadnagar Barpara Kshatriya Thakor Samaj banned Kurivajos

ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP  દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં તઘલખી નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી VIP દર્શન મામલે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાનો યુ ટર્ન લઈ શકે છે. મંદિર કમિટી દ્વારા નડીયાદમાં ચેરમેન ટ્રસ્ટ્રીઓ અને ભાજપનાં આગેવાનો, સરપંચ એસોસિયેશન, ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પૂનમ પહેલા જાહેરાત ન થાય તો વિરોધ વધી શકે છે. 

Dakor Mandir VIP culture decision will be withdrawn? A meeting of trustees and BJP leaders in Nadiad, hinting at an...

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ ઇતિહાસ રચી દીધો છે. જે બાદથી ચારેય બાજુથી ઇસરોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.  ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન ખરીદતાની વાતનો સિલસિલો શરૂ થયો છે. આ બધાની વચ્ચે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના નામની પણ ચર્ચા જાગી હતી. માયાભાઈ આહિરે ચંદ્ર પર જમીન લીધી હોય તેવી ફેસબુક પોસ્ટ સામે આવી હતી. જેને લઈ અનેક તર્ક વિતર્ક અને માયાભાઈ છેતરાયાની વાત ગુજંતી થઈ હતી, જે સમગ્ર બાબતને લઈ માયાભાઈની સ્પષ્ટતા સામે આવી છે.માયાભાઈ આહિરએ જણાવ્યું કે, આપણું ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર ગયું હોય. તેમજ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતને વિશ્વ ફલક પર પહોંચાડ્યું હોય, તેવા દિવસોમાં હું અમેરિકા હતો. તે સમય દરમિયાન ચંદ્રયાનની તૈયારીઓ ચાલતી હતી. તેમણે કહ્યું કે, હું 45 દિવસ અમેરિકા હતો. યુએસના 12 જેટલા અલગ અલગ રાજ્યોમાં પ્રોગ્રામ કર્યા હતા.

Reliance AGM 2023 : સોમવારે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારની સાથે જામનગરને લઈ પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રિલાયન્સ AGM 2023માં તેમના સંબોધનમાં RILના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, જૂથ 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. આ સુવિધા ગુજરાતના જામનગરમાં સ્થાપિત કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના નવા એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે જામનગર રિફાઈનરીની ફોકસ કેમિકલ ઉત્પાદન પર રહે છે. RIL કંપનીના નવા ઉર્જા કારોબાર માટે સતત નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Reliance will build a gigafactory in Jamnagar by 2026

PM મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકારના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં સંપન્ન થયેલી બ્રિક્સ સમિટ વિશે પણ વાત કરી હતી.પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે કેટલીક વાતચીત થઈ હતી. પીએમ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે તેઓ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે થનારા જી 20 સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે તેવી સ્થિતિમાં નથી. પુતિને મોદીને કહ્યું કે તેઓ તો નથી આવવાના પણ અમારા વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ રશિયાનું પ્રતિનિધિમંડળ લઈને આવશે. મોદીએ પણ તેમની વાતમાં ટાપશી પુરાવી દીધી અને તેમના નિર્ણયને યોગ્ય ગણાવ્યો જોકે તેમણે પુતિનને દબાણ કર્યું નહોતું. 

G20 Summit: PM Modi speaks to Putin; Lavrov to represent Russia in India

23 ઓગસ્ટે લેન્ડીંગ બાદ ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન ધમધોકાર ગતિથી ચંદ્ર પર ફરીને તેનો સ્ટડી કરી રહ્યું છે. રોવર પાસે હવે પૃથ્વીના 9 દિવસનો સમય રહ્યો છે જે પછી ચંદ્ર પર રાત પડતાં સૂર્યપ્રકાશ નહીં મળવાને કારણે તેની સોલર પેનલ બંધ પડી જશે અને તે પહેલા જેવું કામ નહીં કરી શકે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર આગળ વધતા અને રસ્તામાં ખાડો મળ્યા બાદ પાછા આવવાની તસવીર જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ તસવીર શેર કરતા ISROએ લખ્યું કે 27 ઓગસ્ટ, 2023ના રોજ રોવર તેના સ્થાનથી 3 મીટર આગળ વધ્યું જ્યાં તેને 4 મીટર વ્યાસનો ખાડો મળ્યો. રોવરને પરત ફરવાનો ઓર્ડર મળ્યો. ઈસરોએ જણાવ્યું કે પ્રજ્ઞાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હવે નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.    

the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.

સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે.  આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. ઈસરોએ આ મિશનનાં લૉન્ચને જોવા માટે જનતાને આમંત્રિત કર્યું છે. શ્રીહરિકોટા સ્થિત લૉન્ચ વ્યૂ ગેલેરીથી તેનું પ્રક્ષેપણ જોઈ શકાશે. તે માટે લોકોએ વેબસાઈટની મદદથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.તે સૂર્યની આસપાસ રચાતા કોરોનાના દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.

ISRO said that India's Mission SUN Aditya L1 will be launched from Sriharikota on 2nd september

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ