ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કોરોનાએ માજા મુકી, 1 વ્યક્તિનું મોત, 641 દર્દીઓ એક્ટિવ

ભયાનક / ગુજરાતમાં કોરોનાએ માજા મુકી, 1 વ્યક્તિનું મોત, 641 દર્દીઓ એક્ટિવ

Last Updated: 08:03 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગઇ કાલે ગુજરાતમાં કુલ 98 કોરોનાનાં કેસ નોંધાયા હતા જ્યારે એક મહિલા તથા એક યુવતીનું મોત નિપજ્યું હતું. કોરોના ફરી એકવાર ગુજરાતમાં સ્પીડ પકડી રહ્યો છે ત્યારે તેમાં સૌથી મહત્વનો ભાગ અમદાવાદ ભજવી રહ્યું છે.

ADVERTISEMENT

Gujarat Corona Update : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. ચોમાસું આવતાની સાથે જ સિઝનલ રોગચાળાની સાથે સાથે હવે કોરોનાએ પણ માઝા મુકી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતમાં કોરોનામાં સૌથી મોખરે અમદાવાદ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 60 કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલમાં કોરોનાના કુલ 241 કેસ એક્ટિવ છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગઇ કાલે ગુજરાતમાં કુલ 98 કોરોનાનાં કેસ નોંધાયા હતા જ્યારે એક મહિલા તથા એક યુવતીનું મોત નિપજ્યું હતું. કોરોના ફરી એકવાર ગુજરાતમાં સ્પીડ પકડી રહ્યો છે ત્યારે તેમાં સૌથી મહત્વનો ભાગ અમદાવાદ ભજવી રહ્યું છે. હાલ ગુજરાતમાં જેટલા કેસ છે તેનાં અડધો અડધથી વધારે કેસ તો માત્ર અમદાવાદમાં જ એક્ટિવ છે. 3 વર્ષ બાદ કોરોનાને કારણે જે મોત નોંધાયા છે તે પણ અમદાવાદમાં જ નોંધાયા છે.

આ પણ વાંચો : IPL ક્લોઝિંગ સેરેમનીમાં 'ઓપરેશન સિંદૂર'ની ગૂંજ, શંકર મહાદેવને સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

ગુજરાતમાં કુલ 461 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના આંકડાની ચર્ચા કરીએ તો હાલ ગુજરાતમાં કુલ 461 કોરોનાનાં કેસ છે. જે પૈકી 20 લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ 441 નાગરિકોને માઇલ્ડ લક્ષણો હોવાના કારણે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીજી તરફ 43 નાગરિકોને આજે ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આજે કોરોનાને કારણે 1 નાગરિકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

WhatsApp Image 2025-06-03 at 7.47.21 PM

કોરોનાના બે વેરિયન્ટ હાલમાં ગુજરાતમાં સક્રિય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં કોરોનાના ઓમીક્રોનનાં પેટા ટાઇપ LF.7.9 અને XFG Recombinant પ્રકારનાં વેરિયન્ટ એક્ટિવ છે. જે ઘાતક નથી હોતા પરંતુ દર્દીને સામાન્ય તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે. ત્વરિત સારવાર મળે તો તે ઘાતક પણ નથી સાબિત થતો.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

641 patients test positive and Active Covid 19 Update Scary figures of Corona in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ