ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL ક્લોઝિંગ સેરેમનીમાં 'ઓપરેશન સિંદૂર'ની ગૂંજ, શંકર મહાદેવને સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ
Last Updated: 07:43 PM, 3 June 2025
ADVERTISEMENT
પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થોડીવારમાં શરૂ થશે. પરંતુ આ મેચ પહેલા અમદાવાદમાં વરસાદે મેચને થોડા સમય માટે વિક્ષેપિત કરી દીધી હતી. પરંતુ રાહતની વાત એ હતી કે થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો અને પછી સૂર્ય નીકળ્યો. ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સિંગર શંકર મહાદેવને દેશભક્તિના ગીતો દ્વારા ફેન્સને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સિઝનમાં આપણને એક નવો ચેમ્પિયન મળશે. 2008 માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બંને ટીમો ક્યારેય ટાઇટલ જીતી શકી નથી.
Lighting up the #Final with an enthusiastic Tribute Ceremony 🇮🇳#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/b0WptvNnIO
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ADVERTISEMENT
ક્લોઝીગ સેરેમનીમાં સેનાને સલામી
ફાઇનલ પહેલા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે અને અહીં કલાકારો દેશભક્તિના ગીતો પર ભારતીય દળોને સલામી આપી રહ્યા છે. BCCI એ પહેલાથી જ જાહેરાત કરી હતી કે ઓપરેશન સિંદૂરને યાદ કરીને સૈન્ય જવાનોને તેમની બહાદુરી બદલ આભાર માનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: IPL ફાઈનલ પહેલાં RCBને મળ્યાં ગુડ ન્યુઝ, ફરી ટીમ સાથે જોડાયો આ સ્ટાર ખેલાડી
શંકર મહાદેવન અને તેમના પુત્રોએ લોકોને દેશ ભક્તિમાં લીન કર્યા
ADVERTISEMENT
પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન અને તેમના બે પુત્રો એ લોકોને દેશ ભક્તિમાં લીન કર્યા. તે બધા દેશભક્તિના ગીતો દ્વારા ચાહકોને પ્રેરણા આપી. શંકર મહાદેવને ઓપરેશન સિંદૂરને યાદ કરીને ભારતીય સેનાના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.આ વર્ષે ભલે પહેલા બેટિંગ કરતી ટીમોએ 8 માંથી 6 મેચ જીતી હોય, પરંતુ રવિવારે ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સનો વિજય લક્ષ્યનો પીછો કરતી વખતે થયો હતો. આવી સ્થિતિમાં, રનનો પીછો કરતી ટીમ પણ આશાવાદી બની ગઈ છે.
આ સિઝનમાં બે વાર અહીં રમી ચૂકેલી PBKS ટીમને RCB પર સરસાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં RCBની છેલ્લી મેચ 2024માં રમાઈ હતી, જેના કારણે પરિસ્થિતિને સમજવી મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો