બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Scammers have found an easy way to clone finger prints by aadhaar card

ફ્રોડ એલર્ટ / સાવધાન! હવે ફિંગરપ્રિન્ટ્સ ક્લોનથી ઠગબાજો કરી રહ્યાં છે બેંક એકાઉન્ટ ખાલી, લઈ રહ્યાં છે આધારનો સહારો, જુઓ કઇરીતે

Arohi

Last Updated: 09:18 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Clone Fingerprint Scam: સાઈબર ફ્રોડ લોકોને લૂંટવા માટે અલગ અલગ રીત ડેવલોપ કરી રહ્યા છે. આવી જ એક રીત ક્લોન ફિંગરપ્રિંટની છે. તેમાં ઠગ લોકોની ફિંગરપ્રિંટનું ક્લોન તૈયાર કરે છે અને તેના આધાર નંબરનો ઉપયોગ કરે છે. તેના બાદ બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

  • વધી રહ્યા છે સાઈબર ફ્રોડના કેસ 
  • ફ્રિંગરપ્રિંટ ક્લોનથી બેંક એકાઉન્ટ થઈ રહ્યા ખાલી
  • સાઈબર ફ્રોડ લઈ રહ્યા છે આધારની મદદ 

આજકાલ સ્કેમર્સ નકલી ફિંગરપ્રિંટ તૈયાર કરીને લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. આ વર્ષે બિહાર પોલીસે એક સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું. અને બે લોકોની ધરપકડ કરી. 

જેમની પાસેથી 512 ક્લોન ફિંગરપ્રિંટ મળી આવ્યા. આ ફેક થંપ ઈમ્પ્રેશનને પ્લાસ્ટિકના અંગુઠા પર તૈયાર કરવામાં આવ્યા હતા. સ્કેમર્સ તે લોકોને શિકાર બનાવતા હતા. જે ઓછુ ભણેલા હતા અને આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમનો યુઝ કરે છે. 

શું છે AePS સિસ્ટમ? 
હકીકતે આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમને વર્ષ 2014માં લોન્ચ કર્યું હતું. આ સર્વિસનો હેતુ તે ભારતીય લોકોને ફાયદો પહોંચાડવાનો હતો જે લોકોના ગામમાં કે આસપાસ કોઈ બેંકની બ્રાંચ નથી. તે લોકો આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ સર્વિસનો ફાયદો ઉઠાવી શકે છે અને નજીકના સાઈબર કેફે કે જન સુવિધા કેન્દ્ર જઈને રૂપિયા લઈ શકે છે. 

AePS સિસ્ટમનો કેવી રીતે કરશો ઉપયોગ? 
AePS સિસ્ટમથી રૂપિયા ઉપાડવા માટે વ્યક્તિને ફક્ત આધાર કાર્ડ નંબર અને બાયોમેટ્રિક ઓથોન્ટિકેશનનો યુઝ કરવાનો હોય છે. જેમાં થંપ અને Iris Scan શામેલ છે. તેના બાદ તે પોતાના બેંક એકાઉન્ટથી સરળતાથી રૂપિયા ઉપાડી શકે છે. આ સિમ્પલ પ્રોસેસનો ઉપયોગ સાઈબર ઠગ પણ કરે છે. 

પીડિતના ફિંગરપ્રિંટને કોપી કેવી રીતે કરે છે? 
સાઈબર ફ્રોડ વિક્ટમના ફિંગરપ્રિંટનું ક્લોન લેવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. પોલીસે જે બે લોકોની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે તે ફિંગરપ્રિંટનું ક્લોન તૈયાર કરવા માટે ગામના લોકો પાસે જાય છે. તેના બાદ તેમને ઈન્સ્ટન્ટ લોન કે પછી રાશન કાર્ડનું બહાનું આપે છે. ત્યાર બાદ ચોરી છુપે તેમના ફિંગરપ્રિંટ ક્લોન તૈયાર કરી લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ