ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / sbi will work in three shift in corona time

બદલાવ / ગ્રાહકોને સતત સર્વિસ આપવા માટે કોરોનાના સમયમાં પણ SBI એ લીધો ખાસ નિર્ણય

Published By: Juhi

Last Updated: 07:19 PM, 27 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ કોરોના વાયરસના ફેલાવવાને રોકવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા માટે બેંકની બ્રાંચના ખુલવાના સમયમાં ફેરફાર કર્યો છે.

ADVERTISEMENT

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રિટેલ બેંકિંગ પી.કે.ગુપ્તાએ કહ્યું કે, દેશભરની બેંક બ્રાંચમાં કામ કરવા માટે ત્રણ નવા ટાઇમ સ્લોટ બનાવવામાં આવ્યા છે. આ ટાઇમ સ્લોટ રાજ્યોની સલાહ લીધા બાદ બનાવવામાં આવ્યા છે.

 

પી.કે.ગુપ્તા અનુસાર, કેટલાક રાજ્યોમાં બેંક શાખાઓ 7-10 સુધી કાર્યરત રહેશે. કેટલાક રાજ્યોમાં સવારે 8-11 સુધી અને કેટલીક બ્રાંચ10થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. SBI બેંક તેની દરેક બ્રાંચમાં માસ્ક અને સેનિટાઇઝર આપી રહી છે. બેંકોમાં આવનારા દરેક ગ્રાહકે લાઇનમાં 1 મીટરનું અંતર જાળવવા કહેવામાં આવી રહ્યું છે. બેંકના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ઓલ્ટરનેટિવ ડેઝ અનુસાર કામ કરવા જણાવાયું છે.

BIએ લોકોની રોકડ સમસ્યાને પહોંચી વળવા મોબાઇલ ATM સેવા શરૂ કરી છે. પી.કે. ગુપ્તાનું કહેવું છે કે, લોકો મોબાઇલ ATMમાંથી ગમે ત્યાંથી રોકડ ઉપાડી શકે છે અને તેને બેંક શાખામાં જવાની જરૂર નહીં પડે. તેમણે ટ્વિટર પર મોબાઈલ ATMનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકો મોબાઇલ ATMમાંથી રોકડ ઉપાડતા નજરે પડે છે. આ સમય દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ અપનાવી રહ્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

ATM Corona Virus SBI State Bank of India TIme Change business Changes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ