બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / SBI Home Loans Get Cheaper From Today: 10 Things To Know

ગૂડ ન્યૂઝ / SBI ની 42 કરોડ ગ્રાહકોને ભેટ, આજથી લોન લેવી થઇ સસ્તી

vtvAdmin

Last Updated: 11:51 AM, 10 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે SBI ના ગ્રાહક છો તો તમારા માટે આજ એટલે કે 10 જુલાઇથી હોમ અથવા ઑટો લોન લેવાની સસ્તી થઇ ગઇ છે. SBI ની ઑફરનો ફાયદો બેંકના 40 કરોડથી વધારે ગ્રાહકો ઊઠાવી શકે છે.

વાસ્તવમાં, ભારતીય સ્ટેટ બેંકે પોતાના તમામ લોન પર સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર માં 0.05 ટકાનો કાપ કર્યો છે. બેંકના આ નિર્ણય બાદ 1 વર્ષના સમયમાં હોમ લોન પર ન્યૂનતમ વ્યાજ દર 0.05 ટકા ઘટીને 8.40 ટકા થઇ ગઇ છે. 

આશરે 4 મહિનાની અંદર આ ત્રીજી વખત છે જ્યારે એસબીઆઇએ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલા બેંકે એપ્રિલ અને મે માં વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો આવ્યો. 

જણાવી દઇએ કે એસબીઆઇએ પોતાના ગ્રાહકોને 1 જુલાઇથી રેપો રેટથી જોડાયેલી હોમ લોન રજૂ કરવાની જાહેરાત કરી હતી. એનો અર્થ એ થયો કે હવે જ્યારે પણ આરબીઆઇ રેપો રેટમાં ફેરફાર કરશે તો એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર પણ વધારે અથવા ઓછા હશે. 

SBI  એ આવો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તાજેતરમાં જ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને રેપો રેટના ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવા કહ્યું હતું. 

વાસ્તવમાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો દરમાં એક બાદ એક ત્રણ વખતમાં 0.75 ટકા ઘટાડો કર્યા બાદ એમને બેંકો દ્વારા એનો લાભ ગ્રાહકો સુધી જલ્દી પહોંચાડવાની આશા છે. 

શક્તિકાંત દાસના પદ સંભાળ્યા બાદથી આરબીઆઇ સતત ત્રણ વખત રેપો રેટ માં ઘટાડો કરી ચુકી છે. પરંતુ તેમ છતાં બેંકોની આશા પ્રમાણે ગ્રાહકોને વ્યાજ દરમાં છૂટ આપી નથી. 

જો કે આરબીઆઇ મૌદ્રિક નીતિની જૂનમાં થયેલી સમીક્ષા બાદ રેપો દરમાં 0.25 ટકા કાપ થવા પર બેંક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક, ઓરિએન્ટલ બેંક અને આઇડીબીઐઇ બેંકે પોતાની એમસીએલઆર દરને 0.05 થી 0.010 ટકા સુધી ઓછો કરી લીધો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Loan RBI SBI business રેપો રેટ હોમ લોન Good News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ