બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Sbi Clerk Mains Exam Cut Off Passing Marks, Sbi Clerk Main Exam Pattern

બેંકિંગ / SBI બેંકની ક્લર્કની પરીક્ષામાં પાસ થવા માટે જોઇશે આટલા નંબર

Juhi

Last Updated: 02:33 PM, 1 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્ટેટ બેંક (SBI state bank of india) દ્વારા ક્લર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવવાનું છે. અત્યાર સુધી નિર્ધારિત શેડ્યૂલ અનુસાર, આ પરીક્ષા 19 એપ્રિલના લેવામાં આવશે, જોકે આ તારીખમાં બદલાવ થશે કે નહી તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

જોકે અમે તમને જણાવીશું કે SBI ક્લર્કની પરીક્ષાને પાસ થવા માટે તમારે કેટલા અંકોની જરૂર છે? આ પરીક્ષા માટે કટ-ઑફ શું છે? કયા વિષયોમાં કેટલા સવાલ સાચ્ચા હોવાની જરૂર છે. આ તમામના જવાબ તમને અહીંયા મળશે, પરંતુ આ માટે પરીક્ષાની પેટર્નને સમજવું જરૂરી છે. 

શું છે પૈટર્ન 

SBI ક્લર્કની પરીક્ષામાં મુખ્ય રૂપથી પાંચ વિષયોનો સવાલ કરવામાં આવે છે. આ વિષય છે જનરલ/ફાઇનાન્શિયલ અવેયરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વાંટિટેટિવ એટીટ્યૂડ, રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યૂટર એપ્ટીટ્યૂડ. 

જનરલ/ફાઇનાન્શિયલ અવેયરનેસમાં 50 સવાલો, જનરલ ઇંગ્લિશમાં 40 સવાલો , ક્વાંટિટેટિવ એટીટ્યૂડમાં 50 સવાલો,  રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યૂટર એપ્ટીટ્યૂડમાં 60 સવાલો પૂછવામાં આવે છે. આ પરીક્ષા કુલ 200 માર્ક્સની હોય છે. નિગેટિવ માર્કિંગ પણ થાય છે, જો જવાબ ખોટો હોય તો 0.25 માર્ક્સ કપાઇ જાય છે એટલે કે ચાર ખોટા જવાબમાં એક માર્ક કપાઇ જશે. 

પરીક્ષામાં પાસ થવા માટે સમાન્ય વર્ગ (જનરલ ક્લાસ)ના પરીક્ષાર્થીઓએ 200 માંથી ઓછામાં ઓછા 66.5 થી 67.5 ની વચ્ચે માર્ક્સ લાવવા જરૂરી છે. તો બીજી તરફ ST, SC , OBC માટે ઑવરઓલ કટ ઑફ 50 થી 51 ની વચ્ચે છે. જોકે અન્ય ક્લાસ માટે 200 માંથી ઓછામાં ઓછા 25.5 થી 26.5 વચ્ચે નંબર લાવવા જરૂરી છે.

આ પરીક્ષા માટેની તમામ જાણકારી તમને નીચે આપેલી લિંક પરથી મળી જશે..

https://sbi.co.in/web/careers
 

સંકળાયેલા મુદ્દાઓ

Career Clerk Education Exam SBI Social Media business Banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ