બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / sbi bob canara bank axis bank syndicate bank news rules from today 1 July 2021 check details
Bhushita
Last Updated: 07:16 AM, 1 July 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
SBI બ્રાન્ચથી 4 વારથી વધારે વખત રૂપિયા કાઢવા પર થશે ચાર્જ
જો બેંકના ગ્રાહકો મહિનામાં બેંકથી 4 વારથી વધારે વાર રૂપિયા કાઢે છે તો તેને માટે એડિશનલ ચાર્જ નવા મહિનાથી એટલે કે 1 જુલાઈ 2021થી લેવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શનમાં બેંકના એટીએમ પણ સામેલ છે. જો તમે મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢો છો તો તેની પર 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેવાશે. દરેક ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમ દરેક બ્રાન્ચ માટે લાગૂ રહેશે.
ATMથી રુપિયા કાઢવા માટે પણ લાગશે ચાર્જ
બીએસબીડીના ગ્રાહકો પણ એસબીઆઈના એટીએમ અને બિન એસબીઆઈ એટીએમથી 4 વારથી વધારે વખત રૂપિયા કાઢે છે તો તેમને સર્વિસ ચાર્જનું પેમેન્ટ કરવાનુ રહેશે. સર્વિસ ચાર્જના નામે બેંક 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેશે.
ચેકબુક માટે પણ આપવાના રહેશે વધારે રૂપિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બીએસબીડી ખાતા ધારકોએ 10 ચેકબુક પર કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. પણ 10 ચેક પછી 40 રૂપિયા અને જીએસટી ચાર્જ સાથે રૂપિયા આપવાના રહેશે. 25 ચેકની ચેકબુક માટે 75 રૂપિયા લેવાશે અને ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. સીનિયર સિટીઝન માટે આ સુવિધા માટે કોઈ વધારે ચાર્જ લેવાશે નહીં.
IDBI બેંકના ગ્રાહકો માટે
IDBI Bankની ચેકબુક માટે 20 લીફલેટ ફ્રીમાં અપાશે. આ પછી 5 રૂપિયા પ્રતિ ચેકનો ચાર્જ લેવાશે. જો તમે આઈડીબીઆઈ સબકા સેવિંગ એકાઉન્ટ રાખો છો તો આ ચાર્જ લાગશે નહીં.
એક્સિસ બેંકમાં SMS એલર્ટ માટે લાગશે ચાર્જ
1 જુલાઈ 2021 એટલે કે આજથી એક્સિસ બેંક એસએમએસ એલર્ટ માટે ફી વધારવા જઈ રહ્યું છે. બેંકની વેબસાઈટ અનુસાર આ સમયે વેલ્યૂ એડેડ સર્વિસ એલર્ટ માટે સબ્સક્રિપ્શન બેસિસ પર વેલ્યૂ એડેડ એસએમએસ ફી 5 રૂપિયા પ્રતિ મહિનો છે. 1 જુલાઈથી આજથી ગ્રાહકોને એસએમએસને માટે દર મહિને લગભગ 25 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. બેંકની તરફથી મોકલાતા પ્રમોશનલ મેસેજ અને ઓટીપી એલર્ટ ચાર્જ તેમાં સામેલ રહેશે નહીં.
Canara Bank, આંધ્ર બેન્ક અને Syndicate બેંકના ગ્રાહકો માટે બદલાશે IFSC કોડ
સિંડિકેટ બેન્કના IFSC કોડ માત્ર 30 જૂન સુધી જ કાર્યરત રહેશે. 1 જુલાઇ 2021થી હવે તમારે નવો IFSC કોડ લેવો જરૂરી છે. એટલે જો તમે કે પછી તમારા ફેમિલી કે મિત્રોમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું જો આ બેન્કમાં હોય તો તમારે બેન્કમાં નવા IFSC કોડ માટે જવું પડશે. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક સાથે મર્જ થયા બાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે હવ નવા સુરક્ષિત ફીચર્સ વાળા ચેકનો ઉપયોગ કરવો પડશે. તેનો IFSC કોડ પણ બદલાઈ ગયો છે.
બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે
Bank of Barodaમાં ખાતુ ધરાવનારા લોકો માટે ખાસ ફેરફારને ધ્યાનમાં રાખી લેવાની જરૂર છે. બેંકની તરફથી નવા IFSC Code જાહેર કરી દેવાયા છે. બેંક મર્જર બાદ ગ્રાહકોના કોડમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી બેંકની તરફથી રાહત આપવામાં આવી હતી પણ આજથી આ નવા કોડ લાગૂ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.