બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / sawan shivling puja worship parad shivling will make you rich and get lord shiv blessings

શિવ ઉપાસના / શ્રાવણ માસમાં પારાના શિવલિંગની દરરોજ કરો પૂજા, તમામ ઇચ્છાઓ થશે પૂર્ણ, વરસશે શિવકૃપા

Premal

Last Updated: 07:55 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જ્યારે શિવભક્તો આ મહિનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને તેમની વિશેષ કૃપા મેળવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાવણમાં આ ધાતુના શિવલિંગની પૂજાનો વિશેષ લાભ જણાવવામાં આવ્યો છે.

  • શ્રાવણ માસમાં શિવજીને કરો પ્રસન્ન
  • શિવલિંગની પૂજા કરી ભગવાન ભોળાનાથને કરો રાજી
  • ધાતુના શિવલિંગ પર અભિષેક કરવાથી દરેક મનોકામના થશે પૂર્ણ 

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરો શિવલિંગની પૂજા

આમ તો ભગવાન શિવની પૂજા 12 મહિનામાં ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષનો પાંચમો મહિનો શ્રાવણ હોય છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કોઈ નિયમિત જળ અર્પણ કરે છે, તો કોઈ સોમવારનુ વ્રત રાખે છે. અલગ-અલગ રીતે ભગવાન શિવની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. 

અલગ-અલગ ધાતુઓ પર અભિષેક કરવાની ભક્તની થાય છે મનોકામના પૂર્ણ 

ગ્રંથોમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે શ્રાવણમાં અલગ-અલગ ધાતુઓ અને રત્નોમાંથી બનાવેલા શિવલિંગ પર અભિષેક કરવાથી માણસની દરેક મનોકામના પૂરી થાય છે. આવો જાણીએ કયા ધાતુ અને રત્ની પૂજા કરવાથી માણસને કયા ફળની પ્રાપ્તિ થાય છે. 

ધાતુના શિવલિંગની પૂજા 

  1. માન્યતા છે કે જો લોખંડમાંથી બનાવેલા શિવલિંગ પર નિયમિત શુદ્ધ જળથી અભિષેક કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે. તો તાંબામાંથી બનાવેલા શિવલિંગ પર અભિષેક કરવાથી લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ થાય છે. 
  2. પીતળના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને સંસારના સુખની પ્રાપ્તિ થાય છે. તો માન-સન્માન માટે માણસે ચાંદીના શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. 
  3. કહેવાય છે કે સોનાના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને લાંબી ઉંમર અને ધન લાભ થાય છે અને કાંસાના શિવલિંગ પર અભિષેક કરવાથી માણસને પ્રસિદ્ધી મળે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ