બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Saturn is going to benefit the people of 3 zodiac sign

શનિની ચાલ / શનિનો ઉદય આ રાશિના જાતકોને અપાવશે રાજયોગ, જાણો તમારી રાશિના નસીબ ખુલશે કે નહીં

Khyati

Last Updated: 11:56 AM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિની ચાલ બદલાવા જઇ રહી છે ત્યારે આવનારા દિવસોમાં 3 રાશિને ફાયદો થશે. શનિનો ઉદય રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને કરાવશે જબરજસ્ત ફાયદો

  • શનિની ચાલ અપાવશે ફાયદો 
  • 24 ફેબ્રુઆરીથી શનિનો થશે ઉદય
  • 3 રાશિના જાતકોને રાજયોગના યોગ 

ન્યાયના દેવતા એટલે શનિ. તમામ ગ્રહોમાં શનિની ચાલ તમારા જીવનમાં મોટી ઉથલપાથલ અને મોટી સફળતા લાવવામાં મહત્વ ધરાવે છે. જો કે દરેક ગ્રહની ચાલનું પોતાનું આગવુ કાર્ય હોય છે. ત્યારે શનિની ચાલ આગામી દિવસોમાં બદલાવા દઇ રહી છે જેને લઇને કેટલીક રાશિમાં ફાયદો તો કેટલીક રાશિને હાનિ પહોંચે તેવી શક્યતા છે.  22મી જાન્યુઆરીએ શનિદેવે પોતાની રાશિ મકર રાશિમાં ગોચર કર્યું હતું. હવે આગામી 24 ફેબ્રુઆરીએ શનિનો ઉદય થવાનો છે. . શનિનો ઉદય 3 રાશિઓની કુંડળીમાં રાજયોગ બનાવી રહ્યો છે. તેથી, આ સમય આ લોકોને ખૂબ પૈસા, કીર્તિ અને સફળતા આપશે.

શનિની ચાલ અપાવશે ફાયદો

ન્યાયના દેવતા શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ લોકોના જીવન પર મોટી અસર કરે છે. તેથી, જ્યોતિષીય ગણતરીઓમાં શનિની સ્થિતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે કઇ ત્રણ રાશિમાં શનિની ફાયદો કરાવશે તે આવો જાણીએ.

આ રાશિઓનું થશે ફાયદો જ ફાયદો

મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવનો ઉદય મેષ રાશિના લોકોની કુંડળીમાં રાજયોગ બનાવી રહ્યો છે. આ યોગ તેઓને પદ, ધન, પ્રસિદ્ધિ બધું જ આપશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન રહેશે. તેમને મોટી પોસ્ટ મળી શકે છે. નોકરી શોધનારાઓને નવી પ્રતિષ્ઠિત નોકરીની ઓફર મળી શકે છે. તેમજ નોકરિયાતોને સારામાં સારુ ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આ રાશિના જાતકો માટે નાણાંકીય લાભ મળવાની પ્રબળ સંભાવના છે.

વૃષભ

શનિના ઉદયથી બનેલો રાજયોગ વૃષભ રાશિના લોકોના ભાગ્યમાં વધારો કરશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. પૈસાથી ફાયદો થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ સમય છે. જે લોકો રાજકારણમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ઉત્તમ છે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે કરિયર-બિઝનેસ માટે આ સમય ઘણો સારો છે. ખાસ કરીને શનિ (તેલ, પેટ્રોલિયમ, ખાણ, લોખંડ) વગેરે સંબંધિત વેપાર કરનારાઓને વિશેષ લાભ મળી શકે છે. તમે ભાગીદારીમાં કામ શરૂ કરી શકો છો અથવા અગાઉથી ચાલી રહેલુ તમારા કામકાજમાં વધારો થઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ