ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રવાસીઓ માટે આ તારીખ સુધી સિંહ દર્શન બંધ, સાસણ ગીરથી આવ્યા મોટા સમાચાર

જૂનાગઢ / પ્રવાસીઓ માટે આ તારીખ સુધી સિંહ દર્શન બંધ, સાસણ ગીરથી આવ્યા મોટા સમાચાર

Published By: Vishal Khamar

Last Updated: 12:03 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ સાસણગીર અને ગિરનાર જંગલ સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ રહેશે. 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે.

ADVERTISEMENT

રાજ્યના પ્રસિદ્ધ સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં યોજાતી જંગલ સફારી 16 જૂનથી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન ઉપલબ્ધ રહેશે નહીં.

વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન એશિયાટિક સિંહોનો સંવનન કાળ શરૂ થતો હોવાથી તેમની કુદરતી પ્રક્રિયા અને રહેણીકરણીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જંગલમાં વસતા અન્ય વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો પણ મુખ્ય હેતુ છે.

ચોમાસા દરમિયાન ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સફારી માટે ઉપયોગમાં લેવાતા કાચા રસ્તાઓ ધોવાઈ જવાની શક્યતા રહે છે. ઉપરાંત હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ જેવી નદીઓમાં ઘોડાપૂર આવતાં પ્રવાસીઓ તથા વાહનો માટે જોખમ વધી જાય છે.

પ્રવાસીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વન વિભાગ દર વર્ષે ચોમાસાના ચાર મહિનાના ગાળામાં સફારી કામગીરી સ્થગિત રાખે છે. આ સમય દરમિયાન સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં સફારી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ હવે ખાતરની કાળા બજારી નહીં ચાલે! ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વન વિભાગે પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન જંગલ સફારી માટે આયોજન ન કરવાની અને સફારી ફરી શરૂ થયા બાદ જ મુલાકાત લેવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Junagadh News Sasan Gir

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ