ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે ખાતરની કાળા બજારી નહીં ચાલે! ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર / હવે ખાતરની કાળા બજારી નહીં ચાલે! ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 11:25 AM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખાતરની કાળા બજારી રોકવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કાળા બજારી રોકવા ખેડૂતોને થતા ખાતર વિતરણમાં ફેરફાર થશે.

ADVERTISEMENT

રાજ્યમાં ખાતરની કાળાબજારી પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને ખાતરનું વિતરણ કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક (NFF) હેઠળ કરવામાં આવશે. નવી વ્યવસ્થાના અમલથી ખાતરના વિતરણમાં પારદર્શિતા વધશે અને ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે.

નવી યોજના મુજબ ખેડૂતોની જમીનના લેન્ડ રેકોર્ડ સાથે જોડાયેલી વિશેષ ઓળખ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. દરેક ખેડૂત માટે અલગ "ફાર્મર આઈડી" બનાવવામાં આવશે, જેના આધારે ખાતરની ખરીદી અને વિતરણની સંપૂર્ણ માહિતી નોંધાશે.

હાલમાં ખેડૂતોને ઓથેન્ટિકેશન પ્રક્રિયા બાદ પ્રતિ ખેડૂત મહત્તમ 50 બેગ ખાતર આપવાની વ્યવસ્થા છે. જોકે નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખેડૂતોની જમીનના વિસ્તાર અને પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાતરનું વિતરણ વધુ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે.

ખાતર વિતરણની આ ઓનલાઈન અને ડિજિટલ પ્રક્રિયા અંગે VTV NEWS દ્વારા અગાઉ વિશેષ અહેવાલમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના અમલથી ખાતરની કાળાબજારી, જથ્થાબંધ ખરીદી અને ગેરવહેચટ જેવી સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે.

આ પણ વાંચોઃ હારીજ નાગરિક બેન્કમાં 13 ખાતા ખોલાવી કરોડોના વ્યવહારો કર્યા, ખાતા ભાડે આપનાર સહિત 20 સામે ગુનો

સરકારનું માનવું છે કે નવી વ્યવસ્થાથી વાસ્તવિક ખેડૂતો સુધી ખાતર સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ સીધો લાભ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Black Market Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ