ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sardar lake Narmada dam overflows 21 Doors open
ADVERTISEMENT

ADVERTISEMENT
સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર જ દૂર છે. ઉપરવાસમાંથી ડેમમાં 5 લાખ 34 હજાર 271 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા જળસપાટી 135.62 મીટર પર પહોંચી છે. તો ડેમના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી 4 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમમાં 4803.20 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે.

ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી બાદ મેઘરાજા આખા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. કડાકા ભડાકા સાથે બુધવારે રાત્રે રાજ્યભરમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ