બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Sanju Samson made a record against Rashid Khan by hitting a hat-trick of sixes

VIDEO / 6,6,6... Sanju Samson એ સર્જ્યો ઇતિહાસ: બન્યો IPLમાં આ રેકોર્ડ તોડનાર પ્રથમ બેટ્સમેન

Megha

Last Updated: 08:56 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ગઇકાલની મેચમાં રાશિદ ખાન મેચની 13મી ઓવર ફેંકવા આવ્યો ત્યારે સંજુએ ગેમ પલટી અને અને તેને રાશિદની બોલિંગમાં સતત 3 લાંબી સિક્સર ફટકારી હતી.

  • રાશિદની બોલિંગમાં સતત 3 લાંબી સિક્સર ફટકારી
  • 60 રનના સ્કોર પર આઉટ થયો સેમસન
  • રાશિદ સામે સિક્સરની હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

IPL 2023: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPL 2023માં જોરદાર શરૂઆત કરી હતી પણ પ્રથમ બે મેચમાં શાનદાર લયમાં જોવા મળેલો સંજુ સેમસન આગામી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો જો કે હવે જ્યારે ટીમને પાંચમી મેચમાં સેમસને તોફાની ઇનિંગ રમી હતી આ સાથે જ ટીમની પણ મેચમાં વાપસી કરાવી હતી.  સાથે જ આ દરમિયાન તેણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. જણાવી દઈએ કે એ રેકોર્ડ સાથે જ સંજુ સેમસને રાશિદ ખાન સામે સિક્સરની હેટ્રિક ફટકારી આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. 

રાશિદની બોલિંગમાં સતત 3 લાંબી સિક્સર ફટકારી
નોંધનીય છે કે ગઇકાલે રાજસ્થાન રોયલ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ દ્વારા બનાવવામાં આવેલ 178 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરી રહી હતી અને એ સમયે થોડી મુશ્કેલમાં લાગી રહી હતી. એવામાં રાજસ્થાન રોયલે 11મી ઓવરમાં 55 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. એ બાદ જ્યારે રાશિદ ખાન મેચની 13મી ઓવર ફેંકવા આવ્યો ત્યારે સંજુએ ગેમ પલટી અને અને તેને રાશિદની બોલિંગમાં સતત 3 લાંબી સિક્સર ફટકારી હતી. 

રાજસ્થાન રોયલ્સને 8 ઓવરમાં 112 રનની જરૂર હતી
ગઇકાલની આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ 12 ઓવરમાં માત્ર 66 રન જ બનાવી શકી હતી અને તેને જીતવા માટે છેલ્લી 8 ઓવરમાં 112 રનની જરૂર હતી અને એ સમયે તેની 6 વિકેટ બાકી હતી. 13મી ઓવરમાં જ્યારે રાશિદ ખાન બોલિંગ પર આવ્યો ત્યારે સેમસને તેનો પહેલો બોલ ડોટ રમ્યો હતો અને એ બાદ તેને ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારી હતી. 

60 રનના સ્કોર પર આઉટ થયો સેમસન
એ બાદ મેચમાં સેમસન 15મી ઓવરમાં 60 રનના સ્કોર પર આઉટ થયો હતો. સેમસને 32 બોલની ઈનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી, એ બાદ શિમરોન હેટમાયરે 26 બોલમાં અણનમ 56 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. 

રાશિદ સામે સિક્સરની હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
જણાવી દઈએ કે આઈપીએલના ઈતિહાસમાં માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે રાશિદ ખાન સામે સતત ત્રણ કે તેથી વધુ સિક્સર ફટકારી હોય. તેમાં સંજુ સેમસન પહેલા ક્રિસ ગેલે આ કામ કર્યું હતું. કરીશ ગિલે રાશિદ સામે સતત ચાર સિક્સર ફટકારી હતી અને હવે સંજુ સેમસને તેની સામે ત્રણ સિક્સર ફટકારી છે. એટલે સંજુ સેમસન રાશિદ સામે સિક્સરની હેટ્રિક મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ IPLમાં રાશિદ ખાન સામે સંજુ સેમસનની એવરેજ 100થી વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ