બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Sanjay Rauts interrogation still going on lawyer claims ED has not detained or arrested

કાર્યવાહી / સંજય રાઉતની હજુ પણ ચાલી રહી છે પૂછપરછ, વકીલનો દાવો- EDએ અટકાયત કે ધરપકડ નથી કરી

Published By: Mahadev Dave

Last Updated: 12:10 AM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના નેતા સંજય રાઉતની ઇડી દ્વારા પૂછપરછ મામલે EDએ ન તો અટકાયત કરી કે ન તો ધરપકડ કરી હોવાનો વકીલએ દાવો કર્યો છે.

  • ED દ્વારા સંજય રાઉતની અટકાયત મામલો
  • વકીલનો દાવો- EDએ ન તો અટકાયત કરી કે ન તો ધરપકડ
  • પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં દરોડા

શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટકાયત કરવામાં આવી છે. લાંબો સમય ચાલેલી તપાસ અને લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ સંજય રાઉતને કસ્ટડીમાં લીધા હતા ત્યાર બાદ રાઉત સંજય ED ઓફિસ પહોંચ્યા હતા જ્યાં લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, રાઉતના વકીલનો દાવો છે કે તેની ન તો અટકાયત કરવામાં આવી છે કે ન તો ધરપકડ કરવામાં આવી છે, 

પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ દરોડા પડ્યા
માત્ર પૂછપરછ કરવામાં આવી રહી છે. પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ દરોડા પડ્યા હતા.  આ દરમિયાન રાઉતના વકીલો અને બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા.આ પહેલા તેને EDની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે તેઓ ગયા ન હતા. ED ઓફિસ ટાઈમ સંજય રાઉતે કહ્યું કે લોકો વિરુદ્ધ ખોટા આરોપો અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બધું શિવસેના અને મહારાષ્ટ્રને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. સંજય રાઉત ઝૂકશે નહીં. સૂત્રોનું માણીએ તો ED દ્વારા રાઉતના ઘરેથી લગભગ 11. 50 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.  

હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું :સંજય રાઉત
ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યું કે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ 20-22 અધિકારીઓ સર્ચ વોરંટ સાથે સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા. બીજી તરફ, રાઉતે કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે રાજકીય બદલો લેવા માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું સ્વર્ગસ્થ બાલાસાહેબ ઠાકરેના શપથ લેઉ છું કે મારો કોઈ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી, તેમણે EDની કાર્યવાહી બાદ તરત જ ટ્વિટ કર્યું. તેણે લખ્યું, 'હું મરી જઈશ, પણ શિવસેના નહીં છોડું.'

શું છે પાત્રા ચાલ કૌભાંડ ? 
આ મામલો મુંબઈના ગોરેગાવ વિસ્તારના પાત્રા ચોલ સાથે જોડાયેલ છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવેલપમેટ અથોરિટીનો ભાગ છે. તેમાં લગભગ 1034 કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની નવ કરોડ રૂપિયા અને તેમના પત્ની વર્ષાની બે કરોડની સંપત્તિ જપ્ત થઈ ચુકી છે. આરોપ છે કે, રીયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવિણ રાઉતે પાત્રા ચોલમાં રહેલા લોકો સાથે છેતરપીંડી કરી હતી. એક કંસ્ટ્રક્શન કંપનીને આ ભૂખંડ પર 3000 ફ્લેટ બનાવાનું કામ મળ્યું હતું. તેમાં 672 ફ્લેટ પહેલાથી અહીં રહેતા લોકોને આપવાના હતા. બાકીના એમએચએડીએ અને તે કંપનીને આપવાના હતા. પણ વર્ષ 2011માં આ વિશાળ ભૂખંડમાંથી અમુક ભાગ બીજા બિલ્ડરોને વેચી દેવામા આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

ED ઇડી દ્વારા પૂછપરછ નેતા સંજય રાઉત વકીલ શિવસેના sanjay raut

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ