બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Sanjay raut statement on yogi adityanath and raj thackeray maharashtra

મહારાષ્ટ્ર / શિવસેના નેતા સંજય રાઉતે દિલ ખોલીને કર્યા CM યોગીના વખાણ, તો રાજ ઠાકરેના અલ્ટિમેટમ પર આપ્યો આવો જવાબ

Published By: Hiren

Last Updated: 09:45 AM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના નેતા સંજય રાઉત પોતાના આકરા વલણ માટે જાણીતા છે. ભાજપ પર પ્રહાર કરતા રહે છે, પરંતુ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સંજય રાઉતે સીએમ યોગીના વખાણ કર્યા હતા.

  • સંજય રાઉતે મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ
  • યોગીએ હિન્દુઓની રાજનીતિ કરીઃ રાઉત
  • યોગીએ યુપીમાં વિકાસ કર્યો, સન્માન છેઃ રાઉત

જ્યારથી મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટ્યું ત્યારથી તેમના ભાજપના નેતાઓ પર પ્રહાર પણ એટલા જ વધી ગયા છે. પરંતુ રાઉતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ ખોલીને વખાણ કર્યા હતા.

સંજય રાઉતને પૂછવામાં આવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકરને લઇને ઝડપથી કાર્યવાહી થઇ રહી છે, રાજ ઠાકરે પણ તેમના વખાણ કરી રહ્યા છે. તેના પર રાઉતે જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઘણુ સન્માન કરે છે. તેમની નજરોમાં યોગી હિન્દુઓની રાજનીતિ કરે છે. તેમણે યુપીમાં વિકાસ કર્યો છે.

સંજય રાઉતે એ પણ માહિતી આપી કે તેઓ જ્યારે પણ અયોધ્યા જાય છે અને જો તેમની મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત થઇ જાય છે તો તેઓ હંમેશા સારી રીતે મળે છે. રાઉતે યોગીના વખાણ કર્યા, પરંતુ રાજ ઠાકરેનો ઉલ્લેખ કરતા તેઓ કહી ગયા કે તેમના દ્વારા પહેલા યુપીના મુખ્યમંત્રી માટે ઘણુ બધુ કહેવામાં આવતું હતું. તેઓ તેમની કાર્યપદ્ધતિની મજાક બનાવતા હતા.
રાઉતે રોડ પર પઢવામાં આવતી નમાઝ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી પહેલો જો મુદ્દો કોઈએ ઉઠાવ્યો હોય તો તે બાલા સાહેબ ઠાકરે હતા. તેમની નજરોમાં જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બની હતી, ત્યારે બાલા સાહેબ ઠાકરેએ સલાહ આપી હતી કે મસ્જિદોનો સર્ફેસ એરિયા વધારી શકાય છે, તેવું થવા પર લોકો રસ્તા પર નમાઝ પઢવા નહીં આવે.

નમાઝ સિવાય શિવસેના નેતા લાઉડ સ્પીકર વિવાદ પર આપવામાં આવેલી રાજ ઠાકરેની ચેતવણી પર પણ કટાક્ષ કર્યો. તેઓ બોલ્યા કે જેની ખુદની પાર્ટી ડેડ થઇ ગઇ હોય, તેઓ શું કોઇને ડેડલાઇન આપશે. 

મહત્વનું છે કે, રાજ ઠાકરેએ રાજ્ય સરકારને 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમના અનુસાર જો ત્યાં સુધીમાં મસ્જિદોથી લાઉડસ્પીકર ન હટાવાયા તો તેઓ લાઉડસ્પીકર પર જ હનુમાન ચાલીસાના પાઠ ચલાવશે. તેમની પાર્ટી દ્વારા આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Loudspeaker Controversy Yogi Adityanath sanjay raut મહારાષ્ટ્ર યોગી આદિત્યનાથ રાજ ઠાકરે સંજય રાઉત Loudspeaker Controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ