બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SANJAY MANJREKAR'S CHAT LEAK

ટિપ્પણી / જાડેજાને તો ઈંગ્લિશ નથી આવડતું, એને તો...: પૂર્વ ક્રિકેટરે રવીન્દ્ર જાડેજાની ઉડાવી મજાક, ચેટ થઈ ગઈ વાયરલ

ParthB

Last Updated: 02:02 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય માંજરેકર અવારનવાર આપણા જ ખેલાડીઓ વિશે કોઈ પણ અર્થ વિહીન નિવેદનો આપી સતત ટ્રેન્ડમાં આવતા રહેતા હોય છે

  • ભૂતપૂર્વ બોલર સંજય માંજરેકર અને એક યુઝરનું ચેટ વાયરલ
  • યુઝરે સાંજયની વાતો જણાવી હતી વાહિયાત
  • ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક સમયથી સંજય માંજરેકરથી નારાજ

ભૂતપૂર્વ બોલર સંજય માંજરેકર અને એક યુઝરનું ચેટ વાયરલ 
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બોલર સંજય માંજરેકર અવારનવાર આપણા જ ખેલાડીઓ વિશે કોઈ પણ અર્થ વિહીન નિવેદનો આપી સતત ટ્રેન્ડમાં આવતા રહેતા હોય છે. સંજયે હાલમાં જ ઓલ ટાઈમ ગ્રેટ ખેલાડીઓનું લિસ્ટ મૂક્યું હતું, જેમાં તેમણે સ્પિનર અશ્વિનનું નામ લખ્યું ન્હોતું. આ નામ કેમ ન લખ્યું તે માટેના કારણો પણ તેમણે જણાવ્યા હતા અને કહ્યું કે અશ્વિનનો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડ સામે કોઈ સારો રેકોર્ડ હતો નહીં. 

યુઝરે સાંજયની વાતો જણાવી હતી વાહિયાત 
આ નિવેદન બાદ હવે તેમનું એક ચેટ લીક થઈ રહ્યું છે. જેમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર રવીન્દ્ર જાડેજાનો મજાક ઉડાવી રહ્યા છે. આ ચેટ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ટ્વિટર પર એક યુઝર દ્વારા આ ચેટ મૂકવામાં આવી છે. યુઝરે લખ્યું છે કે સંજય પોતાની વાહિયાત વાતોથી હંમેશા ટ્રેન્ડમાં રહેવા માંગે છે. તેને પોતાને અશ્વિનની બોલિંગ કરતાં 10 ટકા પણ બોલિંગ કરતાં આવડતી નથી. ત્યારનબાદ સંજયે જવાબ આપતા લખ્યું કે તું તો 1 ટકા પણ મારા જેવો નથી. હવે આ વાર્તાલાપ શરૂ થયો એટલે યુઝરે સંજયને 2019ની રવીન્દ્ર જાડેજા વાળી વાત યાદ કરાવી. 

 


ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક સમયથી સંજય માંજરેકરથી નારાજ 
યુઝરને જવાબ આપતા સંજયે લખ્યું કે "હું તારી જેમ ખેલાડીઓની પૂજા નથી કરવાનો, હું ચાહક નથી. હું તો વિશ્લેષક છું અને રવીન્દ્ર જાડેજાને તો અંગ્રેજી પણ નથી આવડતું એટલે મે જે વાત કરી એનો અર્થ જાડેજાને સમજાયો પણ નહીં હોય" ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક સમયથી સંજય માંજરેકરથી નારાજ છે. માંજરેકરને લોકડાઉન પહેલા માર્ચમાં હોમ સિરીઝ માટે કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે ઈ મેઇલ દ્વારા બોર્ડની એપેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તેઓને આઇપીએલ કોમેન્ટ્રી પેનલમાં મુકવામાં આવે. તેમણે મેલમાં લખ્યું કે મને તમારા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આનંદ થશે, કારણ કે આપણે બધા જે પ્રોડક્શન માટે સારું છે તે કરી રહ્યા છીએ.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Ravindra Jadeja sanjay manjrekar ક્રિકેટ રવીન્દ્ર જાડેજા સંજય માંજરેકર Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ