બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:02 AM, 22 June 2024
સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક અફવાઓ વાંચવામાં મળે છે. તાજેતરમાં જ દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી લગ્ન કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હવે આ મામલે સાનિયા મિર્ઝાના પિતાનું નિવેદન સામે આવ્યું છે. આવો તમને જણાવીએ કે ટેનિસ સ્ટારના પિતાએ તેમની પુત્રીને લઈને શું અપડેટ આપ્યું છે. થોડા સમય પહેલા સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડા થયા છે. મોહમ્મદ શમી પણ તેની પત્નીથી અલગ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર કેટલાક યુઝર્સે સાનિયા અને મોહમ્મદ શમીના સંબંધો વિશે વાત કરવાનું શરૂ કરી દીધું હતું. જેને સાનિયાના પિતા ઈમરાને સંપૂર્ણ બકવાસ ગણાવી છે.
ADVERTISEMENT
સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમી પર પ્રતિક્રિયા
પુત્રી વિશે પ્રતિક્રિયા આપતા તેમણે એક મીડિયા ચેનલને કહ્યું હતું કે અફવાઓ છે, આ બધી બકવાસ વાતો છે. તે ક્યારેય મોહમ્મદ શમીને મળી પણ નથી. મતલબ કે સોશિયલ મીડિયા પર સાનિયા અને શમી વિશે જે વાતો ચાલી રહી છે તે સંપૂર્ણપણે ફેક છે.
ADVERTISEMENT
સાનિયા મિર્ઝાના પૂર્વ પતિએ ત્રીજી વખત લગ્ન કર્યા છે
સાનિયા મિર્ઝાથી છૂટાછેડા લીધા પછી, શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. તેણે ત્રીજી વખત પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા. જ્યારે સાનિયા સિંગલ છે. તે પોતાના પુત્ર અને પરિવાર સાથે પોતાનું જીવન જીવી રહી છે. છૂટાછેડાના પાંચ મહિના બાદ તે હજ યાત્રાએ પણ નીકળી હતી.
વાંચવા જેવું: NEETની પરીક્ષામાં ગેરરીતિથી વિદ્યાર્થીઓમાં રોષ, ફરી પરીક્ષાની તૈયારી માટે વધારે સમયની કરી માગ
વર્ષ 2010માં લગ્ન થચા હતા
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્નની પાકિસ્તાન અને ભારતમાં ખૂબ ચર્ચા થઈ હતી. લગ્ન બાદ બંને દુબઈમાં રહેતા હતા. શોએબ અને સાનિયાને એક પુત્ર પણ છે જે હવે તેમની સાથે રહે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.