બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / samy informatics launches 32 inch tv
ADVERTISEMENT
Samy Informatics એક ભારતની કંપની છે જે દાવો કરે છે કે આ સૌથી સસ્તું સ્માર્ટ ટીવી વેચે છે. આ પહેલા પણ કંપનીએ સ્માર્ટ ટીવી લૉન્ચ કર્યા છે અને એક વખત ફરીથી કંપનીએ કહ્યું છે કે આ Tuffen ગ્લાસની સાથે સ્માર્ટ ટીવી લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટ ટીવી Android પર ચાલે છે અને આ 32 ઇંચનું છે. આ માત્ર ઓનલાઇન ખરીદી શકાય છે અને એની કિંમત 5,999 રૂપિયા છે.

ADVERTISEMENT
કંપની આ ટીવીની અલગ રીતી વેચે છે
એની વેબસાઇટ તો છે, પરંતુ એને ઓપન કરવા પર આ પ્રોડક્ટ એપ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. એને ખરીદવા માટે ગ્રાહકને એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આધાર નંબર દાખલ કરવો પડશે અને ત્યારે જ એને ખરીદી શકશો.
Samy નામના આ સ્ટાર્ટઅપનું કહેવું છે કે કંપની ટીવીમાં દેખાડવામાં આવતી જાહેરાતથી પૈસા કમાય છે. કારણ કે ટીવી ઓપન કરતા જ યૂઝર્સને જાહેરાત જોવા મળે છે. કંપનીનો દાવો છે કે ભલે કિંમત 5999 રૂપિયા છે, પરંતુ જ્યારે પણ તમે એને ખરીદશો તો જીએસટી અને શિપિંગ ચાર્જ એકસ્ટ્રા લેવામાં આવશે.
ADVERTISEMENT

કંપનીનું કહેવું છે કે આ વખત ટીવીને મજબૂત બનાવવામાં આવ્યું છે કારણ કે એનો ગ્લાસ ટૂટે નહીં, એના માટે Toughen ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં પેન ડ્રાઇવ લગાવીને એને ફોટો ફ્રેમ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.