બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં ચાલુ બાઇકે યુવકને હાર્ટએટેક, ઉતરતાં જ 10 સેકન્ડમાં ઢળી પડ્યો

ગુજરાત / દ્વારકામાં ચાલુ બાઇકે યુવકને હાર્ટએટેક, ઉતરતાં જ 10 સેકન્ડમાં ઢળી પડ્યો

Published By: Bijal Vyas

Last Updated: 09:44 AM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે બપોરે સલાયા ખાતે એક યુવાનનું ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત નીપજ્યુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાંથી એક ચોકાવનારા અને આઘાતજનક સમાચાર આવ્યા છે. ગઈકાલે બપોરે સલાયા ખાતે એક યુવાનનું ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

heart attack on bike (2)

મળતી માહિતી મુજબ, સલાયામાં રહેતો સલીમ સંઘાર નામનો યુવાન બપોરના સમયે પોતાનું બાઈક લઈને જઇ રહ્યો હતો. તે સમયે તેની પાછળ એક અન્ય વ્યક્તિ પણ બેઠેલી હતી. સલીમે જૂના કબ્રસ્તાન પાસે બાઈક પર પાછળ બેઠેલી વ્યક્તિને ઉતારી દીધી. ત્યાર બાદ જેવો સલીમ બાઈક લઈને આગળ જાય છે તેવો જ હાર્ટએટેક આવતા બાઈક પરથી ઢળી પડ્યો હતો.

આ પણ વાંચોઃ વાલીઓ ધ્યાન આપે!RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

heart attack on bike (1)

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો તાત્કાલિક સલીમની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યુ હતું. હોસ્પિટલના ડોક્ટર ચેક કરીને મૃત જાહેર કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart attack on bike death salyana youth cctv

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ