બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વાલીઓ ધ્યાન આપે!RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

ગુજરાત / વાલીઓ ધ્યાન આપે!RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Published By: Bijal Vyas

Last Updated: 09:07 AM, 4 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27માં 84 હજાર કરતા વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ માટે શનિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27માં 84 હજાર કરતા વધુ બેઠકો પર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ માટે શનિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થશે. આ કાર્યવાહી 17 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે પ્રવેશ માટે વાલીઓ પાસે પાળી (શિફ્ટ) પસંદ કરવાની પણ તક મળશે.

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષ કરતા આ વખતે RTEની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉપરાંત આ વખતે પ્રાથમિકતામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTEમાં પ્રવેશ માટે આ વખતે ગુજરાતી માધ્યમની 41 હજાર કરતા વધુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવા માટેની જાહેરાત કરાઈ હતી.

ખાનગી શાળાઓમાં ગયા વર્ષે પ્રવેશ મેળવેલા કુલ વિદ્યાર્થીઓના 25 ટકા જેટલી બેઠકો પર ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે, જેના પગલે ચાલુ વર્ષે 84 હજાર કરતા વધુ બેઠકોમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 94 હજાર જેટલી બેઠકોમાં પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RTE

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા RTEના પ્રવેશની જાહેરાત બાદ વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે પુરતો સમય આપ્યો હતો. જેથી હવે શનિવારના રોજથી RTEમાં પ્રવેશ માટે વાલીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જેમાં 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાલુ વર્ષની વાત કરીએ તો પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતી માધ્યમની 41411 બેઠકો, અંગ્રેજી માધ્યમની 40262 બેઠકો, હિન્દી માધ્યમની 2235 બેઠકો અને અન્ય માધ્યમની 320 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે RTEની પ્રવેશમાં કેટલાક ફેરફાર જોવા મળ્યો છે. જેમાં આ વખતે વાલીઓને સ્કૂલની પાળી (શિફ્ટ) પસંદગીની પણ તક મળશે.

આ પણ વાંચોઃ આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે કરી ઉમેદવારની જાહેરાત, જાણો કોણ?

અત્યાર સુધી વાલીઓ સ્કૂલ પસંગ કરી શકતા હતા, પરંતુ સવાર પાળી કે બપોર પાળીમાં એડમિશન લેવો છે તેવી છુટ મળતી ન હતી. પરંતુ હવે વાલીઓ પાળી પણ પસંદ કરી શકશે. આ ઉપરાંત RTEની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ પ્રાથમિકતામાં પણ ચાલુ વર્ષે ફેરફાર જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધી આંગણવાડીના બાળકોને અનામત કેટેગરી કરતા પહેલા અગ્રતા મળતી હતી. પરંતુ હવે અનામત કેટેગરીના બાળકોને અગ્રતા મળશે તેવું નક્કી કરાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Under RTE Act admission to standard 1 online registration

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ