બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan House Firing shooters 4 lakh rupees offered to carry out shooting Mumbai

Salman Khan House Firing / શૂટર્સનો પ્લાનિંગ સલમાનને મારવાનો નહોતો, તો પછી ઘર પર શા માટે કર્યું ફાયરિંગ? થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Vidhata

Last Updated: 11:29 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલે હરિયાણામાંથી વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદનો સંબંધ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે છે અને તે ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતો.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીની હરિયાણાથી અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડાયેલા શંકાસ્પદનો સંબંધ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે છે અને તે ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી આદેશ લીધો હોવાની શંકા છે. તેમનું એમ પણ કહેવું છે કે ગોળીબારની આ ઘટનાને અંજામ આપવા માટે શૂટરોને 4 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

આરોપીઓ મુંબઈથી ભાગીને ભુજ ગયા  

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાનાં આરોપમાં ધરપકડ કરાયેલા સાગર પાલ અને વિકી ગુપ્તા અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા હતા અને ઇન્ટરનેટ દ્વારા ફોન કોલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના બાદ સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈથી ભાગીને ભુજ ચાલ્યા ગયા અને સુરત નજીક તેઓએ મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બદલી નાખ્યું હતું જેનો ઉપયોગ તેઓ વાતચીત માટે કરી રહ્યા હતા.

કરાઈ હતી 4 લાખ રૂપિયાની ઓફર 

અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન એ બાબત ધ્યાનમાં આવી કે તેઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ તેમના મોબાઇલ ફોનને વારંવાર સ્વિચ ઓફ કરી દેતા હતા. પરંતુ તે હમેશા એક જ નંબર હતો કે જેના પર તેઓએ ફોન કર્યા હતા. અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડીને શંકાસ્પદને મુંબઈ લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આ કેસમાં હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, સાગર પાલ અને તેનો સાથીદાર વિકી ગુપ્તા બંનેને ગોળીબાર કરવા માટે કથિત રીતે 4 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, જેમાંથી 1 લાખ રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. પોલીસે દાવો કર્યો કે બંનેને કામ પૂરું થયા બાદ બાકીના પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય સલમાન ખાનની હત્યા કરવાનો નહીં પરંતુ તેને ડરાવવાનો હતો.

વધુ વાંચો: સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં વધુ એક શખ્સને પોલીસે દબોચ્યો, સામે આવ્યું બિશ્નોઇ કનેક્શન!

ડર પેદા કરવા માટે કર્યો ગોળીબાર 

માહિતી અનુસાર, અનમોલ બિશ્નોઈનો ઉદ્દેશ્ય શૂટર્સ પાસેથી માત્ર ગોળીબાર કરીને ડર પેદા કરવાનો હતો, સલમાનને મારવાનો કોઈ ઈરાદો નહોતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બંને શૂટરોના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ ફાયરિંગ કેસમાં સલમાન ખાનનું નિવેદન પણ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ સાક્ષી તરીકે સલમાન ખાનનું નિવેદન નોંધશે. જણાવી દઈએ કે 13 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારની ઘટના બની હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Salman Khan house firing Salman khan entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ