બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારની ઘટના બાદ પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. બે આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં બુધવારે રાત્રે એક શખ્સને પોલીસે પકડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિએ લોરેંસ બિશ્નોઈ ગ્રુપ અને શૂટરોની વચ્ચે સંપર્કનું કામ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
બે આરોપીની કચ્છથી ધરપકડ
રવિવારે સવારે મોટરસાયકલ પર સવાલ બે લોકોએ મુંબઈના બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી અને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. તેના બાદ પોલીસે સતત છાપેમારી કરીને બન્નેની ગુજરાતના કચ્છથી ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસરા બે શંકાસ્પદમાંથી એક સાગર કુમાર પલકને ઘટનાથી અમુક કલાક પહેલા કથિત રીતે એક બંધૂક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જે 13 એપ્રિલની રાત્રે બાંદ્રા વિસ્તારથી લેવામાં આવી હતી. જોકે હથિયારની આપૂર્તિ કરનાર વ્યક્તિની ઓળખ અત્યાર સુધી સામે નથી આવી. બન્ને આરોપી બિહારના પશ્ચિમ ચંપારણના રહેવાસી છે. આ બન્નેની ગુજરાતના કચ્છ જિલ્લાના એક મંદિર પરિસરથી ધરપકડ કરવામાં આવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.