બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજુ કરપડા પછી આ મોટા નેતાનું રાજીનામું

BIG NEWS / ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજુ કરપડા પછી આ મોટા નેતાનું રાજીનામું

Vishal Khamar

Last Updated: 10:45 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી સાગર રબારીએ રાજીનામું આપી દેતા આપમાં સોંપો પડી જવા પામ્યો હતો.

ગુજરાતની રાજનીતિમાં ફરી એક વખત ઉથલપાથલ સર્જાઈ છે. આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના જનરલ સેક્રેટરી સાગર રબારી એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

વધુ એક મોટા નેતાએ AAPમાંથી આપ્યું રાજીનામું

માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને પગલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે વિસ્તૃત કારણો જાહેર કર્યા નથી, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

થોડા સમય પહેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રાજુ કરપડા એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. સતત બે મોટા નેતાઓના રાજીનામા AAP માટે ગુજરાતમાં પડકારરૂપ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આવાં રાજીનામાઓ પાર્ટીની આંતરિક અસંતોષ તરફ ઈશારો કરે છે. આગામી સમયમાં આ ઘટનાઓનો આમ આદમી પાર્ટી ના સંગઠન પર શું પ્રભાવ પડશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.હાલમાં પાર્ટી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રાજ્યમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.

Raju Karpada Joins BJP: બોટાદ જિલ્લામાં ખેડૂત રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. જ્યાં પ્રખ્યાત ખેડૂત નેતા રાજુ કરપડાએ પોતાના સમર્થકો સાથે રાજકીય દિશા બદલવાનો મોટો નિર્ણય લીધો છે. તેમના આ પગલાએ સૌરાષ્ટ્રના ખેડૂત વર્ગમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે અને આવનારા સમયમાં તેના રાજકીય અને સામાજિક પ્રભાવ જોવા મળી શકે છે.

ભાજપમાં ભવ્ય એન્ટ્રી: 200થી વધુ કાર્યકર્તાઓ સાથે જોડાયા

બોટાદના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ 200થી વધુ કાર્યકર્તાઓ સાથે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં ( Bharatiya Janata Party)માં જોડાઈને રાજકીય મંચ પર નવી શરૂઆત કરી છે. ભાજપમાં જોડાયા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં તેમણે જણાવ્યું કે, “જાહેર જીવનમાં આવ્યો ત્યારથી હું ક્યારેય એકલો નથી પડ્યો, ખેડૂતો હંમેશા મારી સાથે રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ વર્ષ 2017થી ખેડૂત સંગઠન ચલાવી રહ્યા છે અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. વર્ષ 2021માં તેઓ એક રાજકીય પક્ષ સાથે જોડાયા હતા. જ્યાંથી તેમણે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકામાં ખેડૂતોના હિત માટે કાર્ય કર્યું હતું.

રાજકીય સફર અને સંઘર્ષ: જેલથી ભાજપ સુધી

રાજુ કરપડાએ પોતાની રાજકીય સફર દરમિયાન અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે. હળદડ કડદાકાંડ જેવી ઘટનામાં તેઓ જેલમાં પણ ગયા હતા. જ્યાં તેમણે પોતાના જીવન અને કાર્ય વિશે વિચારમંથન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષમાં રહીને કે સરકાર સામે આંદોલન કરીને ખેડૂતોનું ખરેખર ભલું થતું નથી. ફક્ત વ્યક્તિગત છબી ઊભી થઈ શકે છે. “મેં પાંચ વર્ષ મફતમાં સેવા આપી છે અને કોઈ પક્ષના મેન્ડેટ પર ચૂંટાયો નથી,” એમ તેમણે સ્પષ્ટ કર્યું. તેમણે એ પણ જણાવ્યું કે વિપક્ષમાં રહીને તેઓ ઘણી રીતે ચમકી શકે હતા. પરંતુ તેમણે ખેડૂતોના હિતને પ્રથમ સ્થાન આપ્યું.

આ પણ વાંચોઃ મનપાની ચૂંટણી વચ્ચે હાર્ટએટેક આવતાં આ ઉમેદવારનું થયું અવસાન, મતદાન દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો

ખેડૂતોના હિત માટે ભાજપ પસંદ: ભવિષ્યની યોજના

ભાજપમાં જોડાવવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં રાજુ કરપડાએ જણાવ્યું કે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને ગામડાં તૂટતા અટકાવવા માટે સત્તા સાથે જોડાવું જરૂરી છે. “ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવું હોય તો ભાજપમાં જોડાવું પડે,” એમ તેમણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે તેવી તેમની અપેક્ષા છે. આવનારા સમયમાં ખેડૂતોના દરેક પ્રશ્નને સરકાર સમક્ષ રજૂ કરવાની તેઓએ ખાતરી આપી. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ સત્તા સાથે રહીને ખેડૂતોના હિત માટે વધુ અસરકારક રીતે કામ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Aam Aadmi Party Aam Aadmi Party Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ