ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આફ્રિકાના કૃષિપ્રધાન રવાન્ડા દેશની સંસદમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. 1.32 કરોડની વસ્તી અને વિશ્વના ગરીબ દેશોમાં સ્થાન ધરાવતા રવાન્ડામાં રાજકીય ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ વિશ્વનુ ધ્યાન ખેંચે છે.
ADVERTISEMENT
રવાન્ડામાં 62 ટકા મહિલાઓ સંસદમાં
અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોમાં પણ આટલું રાજકીય પ્રતિનિધિત્વ જોવા મળતુ નથી. એક માહિતી અનુસાર અમેરિકામાં 23 ટકા, રશિયામાં 15 ટકા, ફ્રાંસમાં 37 ટકા, બ્રિટનમાં 32 ટકા અને જર્મનીમાં 30 ટકા, જ્યારે રવાન્ડામાં 62 ટકા મહિલાઓ સંસદમાં છે.
ADVERTISEMENT
રવાન્ડાનુ ચિત્ર બદલવામાં મહિલાઓનો મોટો ફાળો છે
એક સમયે ખૂનખરાબા અને વંશ નિકંદન માટે બદનામ થયેલા એવા રવાન્ડાનુ ચિત્ર બદલવામાં મહિલાઓનો મોટો ફાળો છે. રવાન્ડાની મહિલાઓએ જે અત્યાચાર અને બળાત્કારની પીડા સહન કરી છે, એ અસહ્ય હતી. વિશ્વમાં હાહાકાર મચાવી દેનારા જનસંહાર પછી રવાન્ડાના બંધારણમાં પરિવર્તન લાવીને મહિલાઓ માટે 30 ટકા અનામત નક્કી થઈ હતી. પરંતુ હાલ ત્યાં સૌથી વધારે મહિલાઓ ચૂંટાય છે. અનામત બેઠકો ઉપરાંત અન્ય સ્થળે પણ મહિલાઓ પ્રતિનિધિત્વ કરે છે.
ADVERTISEMENT
ભારતમાં મહિલા સાંસદની અછત
ADVERTISEMENT
રવાન્ડામાં યુવા પ્રતિનિધિઓ માટે જે ત્રણ બેઠકો અનામત રાખવામાં આવે છે ત્યાં પણ મહિલાઓ જ જીતે છે. હવે જો ભારતની વાત કરીએ તો, 2014ની લોકસભા ચૂંટણીમાં 62 મહિલાઓ ચૂંટાયા હતા. જ્યારે 2019માં 78 મહિલાઓ ચૂંટાયા. 7334 પુરુષ ઉમેદવારો સામે મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 715 જ હતી. ભારતમાં એક માત્ર ઓડિશા રાજ્યની બીજેડી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં 33 ટકા મહિલાઓને ટીકિટ આપી હતી. ભારતમાં મહિલા સાંસદની અછત પૂરી કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો