બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / russia ukraine war olena zelenska emotional post on instagram

વેદના / "રશિયાની માતાઓ! જુઓ તમારા દીકરા શું કરી રહ્યાં છે?'' યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની પત્નીએ લખ્યો ઈમોશનલ લેટર

Dhruv

Last Updated: 12:03 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર રશિયાના હુમલા (Russia-Ukraine War) ને આજે 12મો દિવસ થયો છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીની પત્નીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

  • યુક્રેનનાં રાષ્ટ્રપતિની પત્નીની ઈમોશનલ પોસ્ટ
  • 38 માસૂમ બાળકોની હત્યાનો ઓલિનાનો દાવો
  • રશિયાની માતાઓને કહ્યું - 'જુઓ તમારા દીકરા શું કરી રહ્યાં છે?'

સંકટથી ઘેરાયેલ યુક્રેન દેશની પ્રથમ મહિલાનો આરોપ છે કે, રશિયન સૈનિકો જાણીજોઈને યુક્રેનના બાળકોને નિર્દયતાથી મારી રહ્યાં છે. તેઓએ લખ્યું કે - 'રશિયન મહિલાઓ અને માતાઓએ જોવું જોઈએ કે તેમના પુત્રો શું કરી રહ્યાં છે?'

ઓલેના ઝેલેન્સ્કાએ લખ્યું કે, 'રશિયન કબજો કરનારા યુક્રેનિયન બાળકોને મારી રહ્યાં છે. એ પણ સભાનપણે અને નિર્દયતાથી. રશિયન ગોળીબારમાં ઘાયલ થયેલા મારિયોપોલના 18 મહિનાના કિરીલને તેના માતા-પિતાએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ અન્ય ડોક્ટરો કંઈ કરી શક્યા ન હતાં.

ઓલેના ઝેલેન્સ્કાએ આગળ લખ્યું કે - 'ઓખિરકાની એલિસ આઠ વર્ષની થાય એ પહેલાં જ તેના દાદા સાથે ગોળીબારમાં મૃત્યુ પામી હતી કે જેઓ તેની સુરક્ષા કરી રહ્યાં હતાં.

કિવની પોલિના પોતાના માતા-પિતા અને ભાઈ સાથે અમારી રાજધાનીના રસ્તાઓ પર ફાયરિંગ દરમિયાન મૃત્યુ પામી હતી. તેની બહેનની હાલત પણ નાજુક છે.

14 વર્ષના આર્સેનીના માથા પર એક મિસાઇલનો ટુકડો પડ્યો હતો. પરંતુ તે ઇજાગ્રસ્ત બાળક સુધી ડૉક્ટરો પહોંચી ન શકતા તેનું પણ મોત નિપજ્યું હતું.

6 વર્ષની સોફિયાને તેના દોઢ મહિનાના ભાઈ સહિત તેની માતા, દાદી અને દાદા સાથે કારમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ. તેણીનો પરિવાર નોવા કખોવકાને છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

 

યુક્રેનમાં અત્યાર સુધીમાં 38 બાળકોના મોત થયાનો દાવો

યુક્રેનની ફર્સ્ટ લેડીએ વધુમાં એમ પણ કહ્યું કે, 'મારે તમને આ વિશે જણાવવું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 38 બાળકોના મોત થયા છે અને અમારા શાંતિપૂર્ણ શહેરોમાં ગોળીબારના કારણે આ આંકડો દરેક ક્ષણે વધતો જશે.

જ્યારે રશિયામાં લોકો કહે છે કે, તેમના સૈનિકો યુક્રેનના નાગરિકોને નુકસાન નથી પહોંચાડી રહ્યાં,  ત્યારે તેમને આ તસવીરો બતાવો! તેમને બાળકોના ચહેરા બતાવો કે જેમને મોટા થવાની પણ તક નથી અપાઇ. રશિયન સૈનિકોના ગોળીબારને રોકવા તેમજ માનવ કોરિડોરને મંજૂરી આપવા માટે કેટલાં વધુ બાળકો પામ્યા હશે?

હું વિશ્વના તમામ નિષ્પક્ષ મીડિયાને આ ભયંકર સત્ય કહેવાની અપીલ કરું છું: રશિયન આક્રમણકારો યુક્રેનનાં બાળકોને મારી રહ્યાં છે. તેને રશિયન માતાઓને બતાવો અને તેમને કહો કે, 'તેમના પુત્રો અહીં યુક્રેનમાં ખરેખર શું કરી રહ્યાં છે?' અંતમાં યુક્રેનની પ્રથમ મહિલાએ NATO દેશો માટે લખ્યું કે; યુક્રેનને 'નો ફ્લાય ઝોન' જાહેર કરો. અમારા બાળકોને બચાવો, કારણ કે તેઓ આવતી કાલે તમારું રક્ષણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ