બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia launched moon mission Luna-25 lunar lander today after 47 years, it might reach the moon surface before chandrayaan 3

Mission Moon / ચંદ્ર પર ઈન્ડિયાનું પડોશી બનશે રશિયા : 47 વર્ષે લૉન્ચ કર્યું Luna-25, Chandrayaan-3 થી નીકળી જશે આગળ?

Vaidehi

Last Updated: 04:51 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Moon Mission: Luna-25 લેંડર ક્રેટર ક્ષેત્ર સુધી પહોંચતા પહેલા ચંદ્રની સપાટીથી લગભગ 100 કિમી ઉપર 3-7 દિવસનો સમય વિતાવશે. શક્ય છે કે ચંદ્રયાન-3 પહેલા લૂના-25 ચંદ્ર પર લેન્ડ કરશે.

  • ભારત બાદ હવે રશિયાએ શરૂ કર્યું મૂન મિશન
  • 11 ઑગસ્ટનાં સવારે લૉન્ચ કર્યો Luna-25
  • ચંદ્રયાન-3નાં 2 દિવસ પહેલા ચંદ્ર પર લેન્ડ કરશે લૂના-25

Luna-25: રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસએ વર્ષ 1976 બાદ હવે પહેલીવખત ચંદ્ર પર પોતાનો મૂન મિશન મોકલ્યો છે. એટલે કે 47 વર્ષો બાદ રશિયાએ લૂના-25 લેંડરને મોસ્કોથી 5500 કિ.મી. દૂર આવેલ અમૂર ક્ષેત્રનાં વોસ્તોચની અંતરિક્ષ બંદરગાહથી સવારે 8.10 મિનિટ પર આજે લૉન્ચ કર્યું છે. રિપોર્ટ અનુસાર રશિયન વૈજ્ઞાનિકો માને છે કે લૂના-25, 21 ઑગસ્ટ સુધી ચંદ્રનાં સાઉથ પૉલ પર ઊતરશે. જાણકારો માને છે કે ચંદ્રનાં આ જ પોલ પર પાણી મળવાની સંભાવના છે. 2018ની સાલમાં NASAએ કહ્યું હતું કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પાણી છે.

ચંદ્રયાન-3થી 2 દિવસ પહેલા લેન્ડ કરશે
લૂના-25 લેંડરને સંપૂર્ણપણે રશિયમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલાં USSR સપ્ટેમ્બર 1958 અને ઑગસ્ટ 1976ની વચ્ચે લૂના મિશન લોન્ચ કરી ચૂક્યું છે. જો લૂના-25 સફળતાપૂર્વક ચંદ્ર ઉપર ઊતરે છે તો તે ભારતનાં ચંદ્રયાન-3થી 2 દિવસ પહેલાં લેન્ડ કરી જશે. 

7-10 દિવસ ચંદ્રનાં ચક્કર લગાવશે રશિયન લેંડર
લૂના-25ને સોયુઝ 2.1 બી રૉકેટમાં ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે. તેને લૂના-ગ્લોબ મિશનનું નામ આપવામાં આવ્યું છે. રૉકેટની લંબાઈ આશરે 46.3 મીટર છે જ્યારે તેનો વ્યાસ 10.3 મીટર છે. રિપોર્ટ અનુસાર આવનારાં 5 દિવસો સુધી લૂના-25 ચંદ્રની તરફ આગળ વધશે જે બાદ 313 ટન વજની રૉકેટ 7-10 દિવસો સુધી ચંદ્રનાં ચક્કર મારશે. અનુમાન અનુસાર 21-22 ઑગસ્ટનાં તે ચંદ્રની સપાટી પર પહોંચી જશે.

ત્રણ દેશોએ જ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી છે
અત્યાર સુધી માત્ર ત્રણ દેશ USSR, અમેરિકા અને ચીને ચંદ્ર પર સફળ લેંડિગ કર્યું છે.  ભારત અને રશિયાએ ચંદ્રમાનાં સાઉથ પોલ પર સૌથી પહેલા ઊતરવાનું લક્ષ્ય રાખ્યું છે. રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસે કહ્યું કે એ દેખાડવા ઈચ્છે છે કે રશિયા ચંદ્ર પર પેલોડ પહોંચાડવામાં સક્ષમ છે.  માહિતી અનુસાર યૂક્રેન સાથેનાં યુદ્ધ બાદ રશિયા પર લગાડવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેનો આ સ્પેસ પ્રોગ્રામ પ્રભાવિત થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ