બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / બિઝનેસ / Rupee falls to all-time low against dollar

બિઝનેસ / ડોલરની સામે ગબડ્યો રૂપિયો, અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ, 31 પૈસા તૂટીને 80.11 થયો

Priyakant

Last Updated: 12:15 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર ડોલરની સામે રૂપિયો ગબડી અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો

  • ફરી એકવાર ડોલરની સામે ગબડ્યો રૂપિયો
  • અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ
  • ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટીને રૂ. 80.11 થયો 

આજે સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટીને રૂ. 80.11ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફરી એકવાર ડોલરની સામે રૂપિયો ગબડી અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે. જોકે આ ઘટાડો વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 80.10 પર ખુલ્યો હતો. પાછળથી વધુ ઘટાડો નોંધાતા તે 80.11 પર આવી ગયો, જે અગાઉના બંધ ભાવની સામે 31 પૈસાની નબળાઈ દર્શાવે છે.

મહત્વનું છે કે, શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84 પર બંધ થયો હતો. આ દરમ્યાન ડોલર ઇન્ડેક્સ, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.51 ટકા વધીને 109.35 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે,  ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે કડક વલણ અપનાવવાની વાત કર્યા બાદ ડોલર મજબૂત થયો હતો.

આ તરફ વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.86 ટકા વધીને $101.86 પ્રતિ બેરલ પર છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 51.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 26 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 80.10 રૂપિયા પર નોંધાયો હતો, પરંતુ બાદમાં તે ઘટીને 31 પૈસા થઈ ગયો અને ડોલર સામે રૂપિયો 80.10 રૂપિયા પર પહોંચી ગયો.

રૂપિયાના અવમૂલ્યનની અસર સામાન્ય માનવીના જીવન પર જોવા મળી શકે છે. તાજેતરના સમયમાં મોંઘવારી દરના સ્વરૂપમાં પણ આ જોવા મળી રહ્યું છે. રૂપિયો નબળો પડવાથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાતી કોમોડિટીમાં કોઈપણ અછતની અસર ઘટશે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો લાભ મેળવવામાં વધુ સમય લાગશે કારણ કે, ભાવમાં ઘટાડા વચ્ચે રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થશે અને તેનાથી તિજોરી પર બોજ પડશે. 

અત્યારે વિદેશી બજારોમાં કાચા તેલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રૂપિયો નબળો પડવાને કારણે સામાન્ય લોકોને તેનો લાભ મળી રહ્યો નથી. વિશ્વના બજારોમાં કોમોડિટીના ભાવ ઘટશે અને ડોલર સામે રૂપિયો મજબૂત સ્થિતિમાં આવશે ત્યારે જ સામાન્ય લોકોને ફાયદો થશે. વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ ઘટશે અને રૂપિયો મજબૂત થશે ત્યારે જ સામાન્ય લોકોને મોંઘવારીના મોરચે રાહત મળશે. જોકે તાજેતરના ઘટાડાને જોતા રૂપિયો આટલો જલ્દી મજબૂત થવાની કોઈ શક્યતા નથી. સતત કેટલાય દિવસોથી ડોલર સામે રૂપિયો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ