બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Politics / સુરત / Rupala meeting Surat Kshatriya community fury, now trying woo Patidars

લોકસભા ચૂંટણી 2024 / ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સુરતમાં રૂપાલાની બેઠક, હવે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ

Ajit Jadeja

Last Updated: 01:44 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોચ્યા છે

રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોચ્યા છે. તેઓએ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને આર્શીવાદ લીધા હતા. ત્યારબાદ પાટીદાર સમાજ ના અગ્રણીઓનો સંપર્ક શરૂ કર્યો હતો અને સભા સંબોધી હતી.  રાજકોટ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ચારે બાજુથી ભરાયા છે. ક્ષત્રિય સમાજ ના વિરોધને લઇ હવે પાટીદારોને રીઝવવાનો રૂપાલાનો પ્રયાસ શરૂ કર્યા છે. તેઓએ સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. ક્ષત્રિય સમાજના આકરા વિરોધ વચ્ચે રૂપાલાએ અહી ટૂંકુ ભાષણ આપ્યુ હતું. વિવાદ બાદ કોઇ પણ સમાજ વિશે રૂપાલા બોલવાનું ટાળી રહ્યા છે. સુરત શહેરને 'મિની ઇન્ડિયા' ગણાવી રૂપાલાએ સંબોધન આટોપ્યુ હતું.

શું કહ્યુ હતું રુપાલાએ જેનાથી થયો વિવાદ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે ટિપ્પણી કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 

રૂપાલા ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી મળી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા ક્ષત્રિય સમાજનાં લોકોમાં પરષોત્તમ રૂપાલાએ કરેલ નિવેદનને લઈ રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લેતા ગત રોજ પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ મોવડી મંડળ દ્વારા  રૂપાલાની ટીમમાં મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથને એન્ટ્રી મળી છે.  રૂપાલાનાં વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા.જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવાયો હતો. રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે. આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે. 

આ પણ વાંચોઃ વડોદરા / હરણી બોટકાંડના આરોપીઓને રાહત નહીં, સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

ગુજરાતને જોડતી બોર્ડર પર સઘન ચેકિંગ

લોકસભા ચૂંટણીને લઈને સરહદી જિલ્લાઓમાં પોલીસ એલર્ટ બની છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનને જોડતી ગુજરાત બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષ મતદારોને મનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઇ વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. દાહોદ સરહદીય વિસ્તાર હોવાથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રહ્યું છે. જિલ્લાને મધ્યપ્રદેશ-રાજસ્થાન સાથે જોડતી તમામ સરહદો મળીને કુલ 18 ચેક પોસ્ટ ઊભી કરાઇ છે. ખંગેલા બોર્ડર,લીમડી-ચાકલીયાના, ઝાલોદની ધાવડીયા,ઠુઠીકંકાસીયા બોર્ડર પાસે સજ્જડ બંદોબસ્ત કરાયો છે. આ તપાસનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર દારુ,રોકડ રકમ તથા હથિયારો ન આવે તેની કાળજી રાખવાનો છે. ભૂતકાળમાં થયેલ ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા સહીત જિલ્લા કલેક્ટર પણ બોર્ડરની વિઝીટ કરી રહયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ