ખાસ વાંચો /
SBI, PNB, BoBમાં ખાતું હોય તો થઈ જજો Alert! પહેલી ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ નિયમો, ફટાફટ કરો ચેક
Team VTV08:54 AM, 23 Jan 22
| Updated: 08:58 AM, 23 Jan 22
બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક આ ત્રણેય બેંકો દ્વારા અમુક નિયમો બદલવામાં આવ્યા છે. જેમાં 1 ફેબ્રુઆરીથી નવા નિયમો લાગૂ કરવામાં આવશે.
1 ફેબ્રુઆરીથી ત્રણ બેંકોમાં બદલાશે અમુક નિયમો
SBI, PNB અને BOBદ્વારા નિયમો બદલવામાં આવ્યા
PNB અને BOB દ્વારા અમુક ચાર્જ વધારવામાં આવ્યા
જો તમારુ બેંક એકાઉન્ટ SBIમાં પંજાબ નેશનલ બેંકમાં કે પછી બેંક ઓફ બરોડામાં છે. તો તમારા માટે એક ખાસ માહિતી છે. કારણકે અગામી દિવસોમાં બેંક ઓફ બરોડા ચેકથી પેમેન્ટ સિસ્ટમમાં થોડોક બદલાવ કરવાની છે. તો બીજી તરફ SBI અને PNB રૂપિયાની લેવડ દેવડમાં અમુક બદલાવ કરવાની છે.
પેમેન્ટ કન્ફર્મેશન અનિવાર્ય
બેંક ઓફ બરોડાના તેમના ગ્રાહકો માટે 1 ફેબ્રુઆરીથી ચેક ક્લીયરેન્સ સાથે જોડાયેલા નિયમો બદલાવી છે. જેમા 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે કન્ફર્મેશન અનિવાર્ય રહેશે. જો કન્ફર્મેશન નહી હોય તો ચેક રિટર્ન પણ થઈ શકે છે. બેંક દ્વારા ગ્રાહકોને આ મુદ્દે અપીલ કરવામાં આવી છે કે તેઓ સીટીએસ ક્લીયરિગ માટે પોઝિટિવ વે સિસ્ટમનો લાભ ઉઠાવે.
20 રૂપિયા ચાર્જ અને GST અલગથી
જો તમારુ એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે તો હવે તમને રૂપિયા ટ્રાન્સફર કરવા મોંઘા પડી શકે છે. SBIની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે કે 1 ફેબ્રુઆરીથી હવે IMPS ટ્રાન્જેકશનમાં નવો સ્લેબ જોડવામાં આવશે જે 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો રહેશે. જેથી આવતા મહિને 2 થી 5 લાખ રૂપિયા જો તમે કોઈને મોકલશો તો તેના પર 20 રૂપિયા ચાર્જની સાથે GST અલગથી લાગશે.
EMI કેન્સલ થતા 250 રૂપિયા ચાર્જ ભરવો પડશે
પંજાબ નેશનલ બેંક પણ આવતા મહિને મોટો બદલાવ કરવા જઈ રહી છે. જેમા 1 ફેબ્રુઆરીથી તમારા ડેબિટ એકાઉન્ટમાં રૂપિયા નહી હોવાને કારણે જો તમારો EMI કેન્સલ થશે તો તેના માટે તમારે 250 રૂપિયાનો ચાર્જ ભરવો પડી શકે છે. જેનો ચાર્જ પહેલા 100 રૂપિયા લાગતો હતો. જો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કેન્સલ કરાવશો તો હવે તમારે 150 રૂપિયા ચાર્જ આપવો પડશે જ્યારે પહેલા 100 રૂપિયા ચાર્જ લાગતો હતો.