બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / royal enfield festival offer buy new bullet at down payment and emi just rs 2490
જો તમે Royal Enfield બાઇક ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો આ એકદમ શાનદાર તક સાબિત થઇ શકે છે. વાસ્તવમાં Royal Enfield પણ મંદીના મારથી પરેશાન છે, કંપનીનું વેંચાણ સતત ઘટતું જઇ રહ્યું છે, જેને જોતા એક એવી ઑફર રજૂ કરી છે, જેને જાણ્યા બાદ તમે શો-રૂમ જવા ઊતાવળા થઇ જશો.
ADVERTISEMENT
Royal Enfieldની બેસ્ટ ઑફર
Royal Enfieldએ પોતાના વેંચાણમાં વધારો કરવા માટે અને વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે એક એવી ઑફર રજૂ કરી છે, જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ગ્રાહકોને નવી બાઇક માટે કોઇ ડાઉનપેમેન્ટ આપવું પડશે નહીં. આટલું જ નહીં કંપનીના બાઇકને 2490 રૂપિયાના ઓછામાં ઓછા EMI પર ખરીદવાની તક મળી રહી છે.

ADVERTISEMENT
એક્સચેન્જ ઑફર
કંપની પોતાના ગ્રાહકો માટે એક્સચેન્જ ઑફર પણ લઇને આવી છે જે હેઠળ ગ્રાહક પોતાના જૂના બાઇકને એક્સચેન્જ કરે છે સાથે જ એની પર પણ ઑફર્સ મેળવી શકે છે. EMIનું કેલક્યુલેશન ચાર વર્ષની લોન પર પ્રતિ લાખ પર કરવામાં આવે છે. જ્યારે જૂના ટૂ-વ્હીલરનું અનુમાનિત મૂલ્ય તમારા ડાઉન પેમેન્ટના રૂપમાં કામ આવશે.
.jpg)
ADVERTISEMENT
EMI 2,490 રૂપિયાથી શરૂ
Royal Enfieldના વિસ્તૃત રેન્જ પર આ એવી ઑફર રજૂ કરવામાં આવી છે. સૌથી ઓછી EMI કંપનીની બેસ મૉડલ વાળી બાઇક Bullet 350X પર શરૂ થાય છે. કંપનીને આશા છે કે આ ઑફર્સના દ્વારા વેંચાણમાં વધારો થશે. આ ઑફર્સ તરફ વધારે જાણકારી માટે તમે Royal Enfieldની ડીલરશિપથી સંપર્ક કરી શકે છે. આમ તો આ પ્રકારની ઑફર થોડાક સમય માટે હોય છે. એામાં એનો ફાયદો ઊઠાવવો સારો રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.