બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / royal challengers bangalore announces andy flower as the head coach for the ipl 2024

ક્રિકેટ / વિરાટ કોહલીની IPL ટીમ RCBની કિસ્મત પલટી નાખશે આ ખેલાડી, ઇંગ્લેન્ડની ટીમમાં રહી ચૂક્યો છે કોચ

Bijal Vyas

Last Updated: 07:23 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 ની શરૂઆત પહેલા, RCB અને વિરાટ કોહલીના ચાહકો માટે મોટા સમાચાર છે. જી, હાં મેનેજમેન્ટે એન્ડી ફ્લાવરને ટીમનો કોચ બનાવવાનો નિર્ણય લીધો છે.

  • 2008માં શરૂ થયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPLમાં ક્યારેય ટાઈટલ મેચ જીતી શકી નથી
  • એન્ડીએ એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમોને કોચિંગ આપ્યું છે
  • એન્ડી ફ્લાવર 2022માં IPLમાં જોડાયા બાદથી લખનઉ ટીમના કોચ હતા

RCB New Head Coach for IPL 2024: IPL 2024 ની શરૂઆત પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને વિરાટ કોહલીના ચાહકો માટે મોટા સમાચાર છે. જી, હાં મેનેજમેન્ટે એન્ડી ફ્લાવરને ટીમનો કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. આ રીતે માઈક હેસન અને સંજય બાંગરનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. 2008માં શરૂ થયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ક્યારેય ટાઈટલ મેચ જીતી શકી નથી.

એન્ડીએ એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમોને કોચિંગ આપ્યું છે. ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન ફ્લાવરે તેની કોચિંગ કારકિર્દી દરમિયાન PSL, ધ હંડ્રેડ, આઇટીએલ 20, ટી10માં પણ કોચિંગ કર્યું છે. તેઓ ઈંગ્લેન્ડ માટે ખૂબ જ સફળ કોચ રહ્યા છે. જેણે હોમ અને અવે એશિઝ અભિયાન તેમજ 2010માં T20 વર્લ્ડ કપ જીતીને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમને વિશ્વમાં નંબર 1 પર પહોંચાડી હતી. તે ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ઝિમ્બાબ્વેના પ્રથમ ખેલાડી પણ છે.

 પોતાના સમયમાં વિશ્વના સૌથી શાનદાર બેટ્સમેનોમાંના એક, એન્ડીએ ઝિમ્બાબ્વે માટે 63 ટેસ્ટમાં 12 સદી સાથે 51.54ની એવરેજથી 4794 રન બનાવ્યા હતા. તે જ સમયે, તેણે 213 ODI મેચોમાં 6786 રન બનાવ્યા. એન્ડીના ભાઈ ગ્રાન્ટ ફ્લાવર પણ કોચ રહી ચૂક્યા છે. એન્ડીની કારકિર્દી સૌથી સફળ રહી છે, તે એક ખેલાડી તરીકે સફળ રહ્યો છે અને ત્યાર બાદમાં તે કોચ તરીકે સફળ રહ્યો હતો. ભારતીય પરિસ્થિતિઓમાં ફ્લાવરનો સફળ ટ્રેક રેકોર્ડ છે.

સંજય બાંગર અને માઇક હેસનની થઇ છુટ્ટી
તે જ સમયે RCBએ ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ માઈક હેસન અને મુખ્ય કોચ સંજય બાંગરની છુટ્ટી કરી દીધી છે. બંનેનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હતો. આ પ્રસંગે RCBના અધ્યક્ષ અને ડિયગો ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રથમેશ મિશ્રાએ કહ્યું, “છેલ્લી ચાર સિઝનમાં અમારી ટીમને ત્રણ વખત પ્લેઓફમાં પહોંચવામાં મદદ કરવા બદલ અમે માઈક હેસન અને સંજય બાંગરનો આભાર માનીએ છીએ.

વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારી, બેંગ્લોરે ગુજરાતને આપ્યો 198 રનનો ટાર્ગેટ  / IPL 2023, RCB vs GT Live Score: Virat Kohli hits second consecutive  century, RCB gives Gujarat this big target

ઘણા યુવા ખેલાડીઓને અમારા માટે સર્વોચ્ચ સ્તરે લઈ જવાથી, RCB તરફથી હું બંનેને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવું છું અને એન્ડી ફ્લાવરનું સ્વાગત કરું છું."

લખનઉના હેડ કોચ હતા એન્ડી ફ્લાવર
નોંધનીય છે કે, એન્ડી ફ્લાવર લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના મુખ્ય કોચ હતા. હવે તેમના સ્થાને જસ્ટિન લેંગરની નિમણૂક કરવામાં આવી છે. એન્ડી ફ્લાવર 2022માં IPLમાં જોડાયા બાદથી લખનઉ ટીમના કોચ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ